- મુખ્તારને હાર્ટ એટેક આવ્યો હોવાની શંકા
- બાંદા જેલમાં બંધ છે અંસારી
- ગત મંગળવારે પણ હાલત ખરાબ થઈ હતી
નવી દિલ્હી, 28 માર્ચ : બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારીની તબિયત ફરી બગડી છે. તેને જેલમાંથી બહાર કાઢીને એમ્બ્યુલન્સમાં મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, મુખ્તાર અંસારી બેરેકમાં અચાનક બેભાન થઈ ગયા હતા. મુખ્તાર અંસારીની હાલત મંગળવાર કરતાં આજે વધુ ખરાબ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને હાર્ટ એટેક આવ્યો છે.
જેલમાં સ્લો પોઈઝન આપવાનો આરોપ
ઉલ્લેખનીય છે કે, અગાઉ મંગળવારે તેમને રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેમને સ્ટૂલ સિસ્ટમની સમસ્યા હતી. તેમને 14 કલાક ICUમાં રાખીને સારવાર કરવામાં આવી હતી. મહત્વનું છે કે, મુખ્તારે કોર્ટમાં અરજી આપીને આરોપ લગાવ્યો હતો કે તેને જેલમાં સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યું છે.
તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા
મેડિકલ ચેકઅપ દરમિયાન મુખ્તાર અંસારીના પેટનો બે વખત એક્સ-રે કરવામાં આવ્યો હતો. તેમજ લોહીના નમૂના પણ લેવામાં આવ્યા હતા. જેમાં તેની સુગર, સીબીસી, એલએફટી (લિવર ફંક્શન ટેસ્ટ), ઈલેક્ટ્રોલાઈટ (સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ)ની ચકાસણી કરવામાં આવી હતી. રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ તેને ડિસ્ચાર્જ કરી બાંદા જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
મુખ્તારને જેલમાં હાર્ટ એટેક આવ્યો હતો
દરમિયાન મંગળવારે મુખ્તારનો પરિવાર તેને મળવા મેડિકલ કોલેજ આવ્યો હતો. માત્ર અફઝલ અંસારી જ તેને મળી શક્યા હતા. જે બાદ ઓમર અંસારીએ સ્થાનિક પ્રશાસન સહિત સરકાર પર તેમને જેલમાં મારી નાખવાના ગંભીર આરોપ લગાવ્યા હતા અને સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા હતા. મુખ્તારે પોતે પણ જેલ પ્રશાસન પર તેના ભોજનમાં ધીમા ઝેર આપવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ તેમની તબિયત બગડતાં તેમને દુર્ગાવતી મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા, ત્યારબાદ તેને બાંદા જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.