ટ્રેન્ડિંગનેશનલબિઝનેસયુટિલીટી

મુકેશ અંબાણીના 1 રુપિયાવાળા પ્લાનથી OTT બિઝનેસ બદલાશે, Amazon-Netflixને થશે મોટી અસર

  • JioCinema હવે 29 રુપિયામાં હોલીવુડની ફિલ્મો અને ટીવી શો બતાવશે. જો કે ફિલ્મો, શો અને સ્પોર્ટ્સ જેવી ઘણી વસ્તુઓ હજુ પણ મફતમાં જોવા માટે ઉપલબ્ધ છે

HD ન્યૂઝ ડેસ્ક, 25 એપ્રિલ: એશિયાના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી હવે મનોરંજન ક્ષેત્રે પોતાનો દબદબો મજબૂત કરી રહ્યા છે. પહેલા ડિઝની સાથે સોદો કરીને નેટવર્કનું વિસ્તરણ કરવામાં આવ્યું અને હવે નવી વ્યૂહરચના સાથે મોટા OTT પ્લેટફોર્મ એટલે કે એમેઝોન અને નેટફ્લિક્સ માટે પડકાર બની રહ્યા છે. OTT બિઝનેસમાં પોતાની પકડ મજબૂત કરવા માટે મુકેશ અંબાણીએ જબરદસ્ત પ્લાનિંગ કર્યું છે અને આ અંતર્ગત પગલાં પણ લઈ રહ્યા છે.

1 રુપિયામાં JioCinemaમાં બતાવશે હોલીવુડ તેમજ ટીવી શો

મુકેશ અંબાણીની કંપનીએ ડિઝની-રિલાયન્સ ડીલ સમયે જ સંકેત આપ્યો હતો કે જિયો રિચાર્જની સાથે ઓછી કિંમતની એડ-ઓન પ્લાન પણ લોન્ચ કરી શકે છે, જેનો ઉદ્દેશ્ય ટેલિકોમ અને OTT બંને વપરાશકર્તાઓને આકર્ષવાનો હશે. વધુમાં નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ માટે Jio સિનેમાની સંભવિત ઓછી કિંમતના પ્લાન સાથે સ્પર્ધા કરવી વધુ મુશ્કેલ બની શકે છે.

મુકેશ અંબાણી હવે આ OTTના બિઝનેસમાં એક પગલું ભરતા તેઓએ JioCinema માટે દરરોજ 1 રૂપિયાનો વિશેષ પ્લાન જાહેર કર્યો છે, જેના હેઠળ હોલીવુડની ફિલ્મો અને ટીવી શો બતાવવામાં આવશે. જો કે ફિલ્મો, શો અને સ્પોર્ટ્સ જેવી ઘણી વસ્તુઓ હજી પણ મફતમાં જોવા માટે ઉપલબ્ધ છે, જેના કારણે વપરાશકર્તાઓની સંખ્યા પહેલા કરતા વધુ વધી છે. હવે આવી સ્થિતિમાં 1 રૂપિયાના પ્લાનમાં હોલીવુડ-ટીવી શો ઓફર કરવાથી વધુ વપરાશકર્તાઓ આકર્ષિત થશે, જેના કારણે જિયો સિનેમા ભારતના 1 બિલિયન પ્લસ સ્ટ્રીમિંગ માર્કેટને અસર કરી શકે છે અને એમેઝોન-નેટફ્લિક્સ જેવા મોટા પ્લેટફોર્મના બિઝનેસને અસર કરી શકે છે.

મુકેશ અંબાણીની રૂ. 1 નો પ્લાન શું છે?

મુકેશ અંબાણીના Jio Cinema OTT પ્લેટફોર્મ પર 1 રૂપિયાનો પ્લાન શરુ કરવામાં આવ્યો છે. આ સિવાય હાલમાં જે Jio લાઇવ પ્રોગ્રામિંગ જેમ કે ક્રિકેટ મેચ અને અન્ય રમતો જીઓ સિનેમા પર ફ્રી માં જ જોવા મળશે. રિલાયન્સના Viacom18 મીડિયા પ્રાઈવેટએ Jio Cinema OTT પ્લેટફોર્મ હેઠળ દર મહિને રૂ. 29નો સબસ્ક્રિપ્શન પ્લાન રજૂ કર્યો છે. એટલે કે દરરોજ માત્ર 1 રૂપિયાની જરૂર પડશે. સ્ટ્રીમિંગ સેવાએ દર મહિને 89 રૂપિયાનો પ્લાન પણ રજૂ કર્યો છે, જે હેઠળ 4 સ્ક્રીન સુધી એક્સેસ આપવામાં આવશે.

Netflix અને Amazonને અસર થશે

ડિઝની સાથેની ડીલ પછી જિયો સિનેમા નેટફ્લિક્સ અને એમેઝોન સાથે પણ સ્પર્ધા કરવા માટે એક મજબૂત પ્લેટફોર્મ તરીકે Jio Cinema તૈયાર છે. Viacom18 ના ડિજિટલ ડિવિઝનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કિરણ મણિના જણાવ્યા અનુસાર પ્લાનમાં કોઈપણ ઉપકરણ પર 4K ક્વૉલિટીમાં પાંચ ભાષાઓમાં વિદેશી મૂવીઝ, ટીવી શો અને બાળકોના પ્રોગ્રામિંગને ઑનલાઇન અને ઑફલાઇન જોવા મળશે. જાહેરાતની સાથે ફ્રી સ્ક્રીનીંગની સુવિધા પણ આપવામાં આવશે.

ગયા વર્ષે એક મોટો સોદો થયો હતો

Viacom18 મીડિયા અને વોર્નર બ્રધર્સ ડિસ્કવરીએ ગયા વર્ષે ભારતમાં સક્સેશન અને ધ લાસ્ટ ઓફ અસ તેમજ HBO અને મેક્સ ઓરિજિનલ્સની અન્ય સામગ્રી સહિત ભારતમાં શો સ્ટ્રીમ કરવા માટે એક ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા.

ડિજિટલ સ્ટ્રીમિંગ વ્યવસાય કેટલો હોઈ શકે?

JioCinema ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ પર પણ મોટો સટ્ટો લગાવી રહી છે અને તેને મફતમાં સ્ટ્રીમ કરી રહી છે. તે 1 લાખથી વધુ વપરાશકર્તાઓને જોડી શકે છે. બ્રોકરેજ ફર્મ એલારા કેપિટલના વરિષ્ઠ વિશ્લેષક અને વાઇસ પ્રેસિડેન્ટ કરણ તૌરાનીનો અંદાજ છે કે ભારતમાં ડિજિટલ સ્ટ્રીમિંગ બિઝનેસ ટૂંક સમયમાં $3-3.5 બિલિયનનું થશે, જ્યારે તેનો ઇન્ટરનેશનલ કેટલોગ $0.5-1 બિલિયનનો હશે અને ટીવી બિઝનેસ $5.5 અબજનો હશે.

આ પણ વાંચો: કોટક મહિન્દ્રા બેંક પર લાદવામાં આવ્યા આ નિયંત્રણો, ગ્રાહકો પર શું થશે અસર? જાણો

Back to top button