ટોપ ન્યૂઝબિઝનેસ

મુકેશ અંબાણીએ આ કંપનીનો ભારતીય બિઝનેસ ખરીદ્યો, 2850 કરોડમાં પાર પાડી ડીલ

બિઝનેસ ડેસ્કઃ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે (Reliance Industries Limited)એ બિઝનેસ વધુને વધુ એક્સ્પાન્ડ થતો જાય છે. કંપનીના ચેરમેન અને એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી એક પછી એક મોટી ડીલ કરતા રહે છે. હવે તેમણે વધુ એક મોટી ખરીદી કરી છે. મુકેશ અંબાણીએ જર્મનીની રિટેલ વિક્રેતા મેટ્રો એજીના ભારતીય વ્યવસાયને ખરીદી લીધો છે. આ ડીલ 2,849 કરોડ રૂપિયામાં થઈ છે.

અધિગ્રહણ ટૂંક સમયમાં જ પૂરું થશે
રિટેલ સેક્ટરમાં પોતાના બિઝનેસને વિસ્તારવાની દિશામાં મુકેશ અંબાણીનું આ મોટું પગલું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ રિલાયન્સ ટૂંક સમયમાં જ મેટ્રો એજીના ભારતીય એકમની અધિગ્રહણની પ્રક્રિયા પૂર્ણ કરશે. રિપોર્ટ મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સબસિડિયરી કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે કુલ 344 મિલિયન ડોલરમાં મેટ્રો કેશ એન્ડ કેરી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડમાં 100 ટકા ઈક્વિટી ભાગીદારી ખરીદવા માટે આ ડીલ પર સાઈન કરી છે.

ડીલને લઈને સતત વાતચીત ચાલતી હતી
હાલના દિવસોમાં આવેલા પીટીઆઈના રિપોર્ટમાં ઉદ્યોગ જગત સાથે જોડાયેલા સૂત્રોના અહેવાલથી એવી જાણકારી શેર કરવામાં આવી હતી કે આ ડીલને લઈને રિલાયન્સ અને મેટ્રો ગ્રૂપ વચ્ચે વાતચીત ચાલી રહી છે. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ડીલમાં 31 જથ્થાબંધ વિતરણ કેન્દ્ર, ભૂમિ બેંક અને મેટ્રો કેશ એન્ડ કેરીના સ્વામિત્વવાળા અન્ય એસેટ્સ સામેલ છે. જો કે તે સમયે બંને કંપનીઓ દ્વારા આ ડીલને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું ન હતું.

34 દેશોમાં છે Metro AGનો વેપાર
મેટ્રો કેશ એન્ડ કેરી (Metro Cash & Carry)ના ગ્રાહકોમાં રિટેલર્સ અને કરિયાણા સ્ટોર્સ, હોટલ, રેસ્ટોરાં અને કેટરર્સ, કોર્પોરેટ્સ, SME, કંપનીઓ અને સંસ્થાઓ સામેલ છે. મેટ્રો એજી 34 દેશમાં પોતાનો બિઝનેસ ધરાવે છે અને ભારતીય માર્કેટમાં વર્ષ 2003માં એન્ટ્રી લીધી હતી. જેના બેંગલુરુમાં 6 સ્ટોર, હૈદરાબાદમાં 4, મુંબઈ અને દિલ્હીમાં બે-બે જ્યારે કોલકાતા, જયપુર, જલંધર, જીરકપુર, અમૃતસર, અમદાવાદ, સુરત, ઈન્દોર, લખનઉ, મેરઠ, નાસિક, ગાઝિયાબાદ, તુમકુરુ, વિજયવાડા, વિશાખાપટ્ટનમ, ગુટૂંર અને હુબલીમાં એક-એક સ્ટોર છે.

માર્ચ 2023 સુધીમાં પૂરી થશે લેવડદેવડ
રિપોર્ટ મુજબ કંપની દ્વારા બુધવારે મોડી રાત્રે એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે RRVLની સાથે લેવડદેવડ માર્ચ 2023 સુધી પૂરી થવાની આશા છે. મહત્વપૂર્ણ છે કે ફાયનાન્સિયલ યર 2021-22માં મેટ્રો ઈન્ડિયાએ લગભગ 7700 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું હતું. આ આંકડા કંપનીની ઈન્ડિયન માર્કેટમાં એન્ટ્રી લીધા બાદ સૌથી મોટો છે. ડીલને લઈને કંપની દ્વારા એક નિવેદનમાં કહેવાયું હતું કે આ ડીલ Reliance Retailના ફિઝિકલ સ્ટોર અને સપ્લાઈ ચેન નેટવર્કને વધુ મજબૂત કરવાનું કામ કરશે.

Relianceના 16600થી વધુ સ્ટોર
રિલાયન્સના 16,600થી વધુ સ્ટોરની સાથે ભારતનો સૌથી મોટો બ્રિક એન્ડ મોર્ટાર રિટેલર છે. Reliance Retailના ડાયરેક્ટર ઈશા અંબાણીનું કહેવું છે કે આ ડીલ અમારી નવી સ્ટ્રેટેજી અંતર્ગત છે. મેટ્રો ઈન્ડિયા ભારતી B2B માર્કેટમાં દિગ્ગજ પ્લેયર છે અને તેને મજબૂત ગ્રાહકનો અનુભવ પ્રદાન કરનાર એક ઠોસ મલ્ટી ચેનલ પ્લેટફોર્મ સ્થાપિત કરી છે.

તો મેટ્રો એજીના CEO સ્ટીફ ગ્રેબેલનું કહેવું છે કે- મેટ્રો ઈન્ડિયાની સાથે અમે યોગ્ય સમયે એક ઘણી જ ગતિશીલ માર્કેટમાં વધીશું અને લાભદાયક જથ્થાબંધ વેપારને વેચી રહ્યાં છીએ. અમને વિશ્વાસ છે કે રિલાયન્સ તરીકે અમને એક ઉપયુક્ત ભાગીદાર મળ્યા છે.

Back to top button