ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલમનોરંજનશ્રી રામ મંદિર

મુકેશ અંબાણીએ કહ્યું આજે આખા દેશમાં દિવાળી, આજનો દિવસ ઐતિહાસિક: નીતા અંબાણી

અયોધ્યા, 22 જાન્યુઆરી: આજે અયોધ્યામાં રામલલાનો પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આખો દેશ શ્રીરામની ભક્તિમાં ડૂબી ગયો છે. આ સમયે સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચી ગયા છે. ત્યાં PM મોદી પહેલા સરયૂ નદીમાં સ્નાન કરશે અને ત્યારબાદ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા અર્ચનામાં ભાગ લેશે. રામ મંદિર ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી પહોંચ્યા હતા. ત્યાં તેમણે જણાવ્યું હતું કે, આજે આખા દેશમાં દિવાળી છે અને આજનો દિવસ ઐતિહાસિક છે. રામ મંદિર પરિસરમાં સોનુ નિગમ, અનુરાધા પૌડવાલ સહિતના ગાયકોએ રામ ભજન પ્રસ્તુત કર્યું હતું. RSS સુપ્રીમો મોહન ભાગવત મંદિર પરિસરમાં હાજર છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતમાંથી પણ અનેક લોકોને આમંત્રણ મળ્યું છે. ત્યારે સુરતના જાણીતા બિઝનેસમેન સવજીભાઈ ધોળકિયા, મુકેશ પટેલ, લવજી બાદશાહ સહિતના લોકો અયોધ્યા પહોંચ્યા હતાં.

 

 

બિઝનેસમેન

રામ મંદિરમાં આરતી સમયે તમામ આમંત્રિતોના હાથમાં ઘંટડી હશે. આરતીના સમયે અયોધ્યામાં ભારતીય સેનાના હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા થશે. મંદિર પરિસરમાં 30 કલાકારો અલગ અલગ ભારતીય વાદ્યોનું વાદન કરશે. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત નહીં રહે. તેમના તરફથી જણાવાયું છે કે,ઠંડી વઘુ હોવાથી તેમણે આ સમારોહમાં નહીં જવાનો નિર્ણય લીધો છે.

આ સેલિબ્રિટી અને રાજનેતાઓ હાજર

આ મહોત્સવમાં મુકેશ અંબાણી, નીતિ અંબાણી, અનિલ અંબાણી, આકાશ અંબાણી, અમિતાભ બચ્ચન, રજનીકાંત, ચિરંજીવી, અભિનેતા નીતિશ ભારદ્વાજ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, કેટરિના કૈફ, જેકી શ્રોફ, યોગગુરૂ બાબા રામદેવ, આરએસએસના સુપ્રીમો મોહન ભાગવત, આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ સહિત કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યાં છે.

84 સેકન્ડનો શુભ સમયમાં જ પ્રાણ પ્રતિષ્ઠા થશે

 

 અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા માટે 84 સેકન્ડનો ખૂબ જ સૂક્ષ્મ શુભ સમય હશે, જેમાં રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. તેમાંથી કાશીના જ્યોતિષી પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે મુહૂર્તને સૌથી સચોટ માનીને પસંદ કર્યો અને ત્યારે જ રામલલાની સ્થાપના થવાની છે. આ શુભ મુહૂર્ત માત્ર 84 સેકન્ડનું હશે જે 12.29 મિનિટ 8 સેકન્ડથી 12.30 મિનિટ 32 સેકન્ડનું હશે.

અનુપમ ખેર હનુમાનગઢી પહોંચ્યા

ફિલ્મ અભિનેતા અનુપમ ખેર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા સ્થિત હનુમાનજીના પ્રસિદ્ધ મંદિર હનુમાનગઢી પહોંચ્યા હતા. જ્યાં તેમણે કહ્યું હતું કે, ‘ભગવાન રામના દર્શન કરતા પહેલા હનુમાનજીના દર્શન કરવા ખૂબ જ જરૂરી છે. અયોધ્યાનું વાતાવરણ ખૂબ જ મંગલમય છે. હવામાં સર્વત્ર જય શ્રી રામના નારા લાગી રહ્યા છે. દિવાળી ફરી આવી, આ જ સાચી દિવાળી છે.

આ પણ જુઓ :અમદાવાદમાં બપોરે 12.39ના વિજય મુહૂર્તમાં ઠેર ઠેર મહાઆરતીનું આયોજન

Back to top button