ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન

મુકેશ અંબાણીએ એન્ટિલિયામાં આ ફિલ્મના સ્ક્રીનિંગ માટે કરી વિનંતી, જાણો કઈ ફિલ્મ છે તે?

Text To Speech

ફિલ્મ નિર્માતા ઈમરાન ઝાહિદની ફિલ્મ ‘અબ દિલ્લી દૂર નહીં’ 12 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ મુંબઈમાં તેમના નિવાસસ્થાન ‘એન્ટીલિયા’ ખાતે ફિલ્મ ‘અબ દિલ્લી દૂર નહીં’નું ખાનગી સ્ક્રીનિંગ કરાવવા વિનંતી કરી છે. જી હા, મુકેશ અંબાણીની ટીમ વતી ‘અબ દિલ્લી દૂર નહીં’ની ટીમને કોલ કરવામાં આવ્યો હતો, જેના પર ટીમના સભ્યો માટે પ્રથમ તો વિશ્વાસ કરવો મુશ્કેલ હતું. શરુઆતમાં તેઓએ આને માત્ર મજાક માની લીધી હતી.

આ સ્થિતિમાં ફિલ્મની ટીમે મુકેશ અંબાણીની ટીમ પાસે ઓફિશિયલ ઈમેઈલની માંગણી કરી હતી. જ્યારે મુકેશ અંબાણીની ટીમે ઓફિશિયલ મેઈલમાં ‘અબ દિલ્લી દૂર નહીં’ના પ્રાઈવેટ સ્ક્રીનીંગની માંગણી કરી ત્યારે ફિલ્મની ટીમ માટે તે એક સ્વપ્ન સમાન હતું. આના પર પ્રતિક્રિયા આપતા ફિલ્મની ટીમે કહ્યું છે કે અમારા માટે આનાથીમોટી કોઈ જીત ન હોઈ શકે. ફિલ્મની ટીમનું કહેવું છે કે મુકેશ અંબાણી સરના ઓફિસમાંથી મેઈલ મેઈલ આવવો તે અમારા માટે ખરેખર ગર્વની વાત છે.

મુકેશ અંબાણીની ઓફિસમાંથી ‘અબ દિલ્લી દૂર નહીં’ની ટીમને મળેલા મેઈલમાં લખવામાં આવ્યું છે કે, “અંબાણી પરિવાર આ પસંદ કરેલી ફિલ્મને તેમના હોમ થિયેટરમાં જોવા માંગે છે. હોમ થિયેટરમાં ઘણી આધુનિક સુવિધાઓ છે, જેમાં ફિલ્મ જોવી તે એક જબરદસ્ત અનુભવ આપશે. આપને જણાવી દઈએ કે ‘અબ દિલ્લી દૂર નહીં’ના ટ્રેલરને ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો.

આ ફિલ્મમાં ઘણા કલાકારોએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. ‘અબ દિલ્લી દૂર નહીંને ઓછા બજેટમાં બનાવવામાં આવી છે, પરંતુ તેની સ્ટોરી ઉત્તમ છે. આ ફિલ્મમાં એક મહત્વાકાંક્ષી વ્યક્તિની વાર્તા દર્શાવવામાં આવી છે. જે ISની તૈયારી કરવા બિહારથી દિલ્હી આવે છે. આ દરમિયાન તેને કેવી-કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, આ બધું આ ફિલ્મમાં બતાવવામાં આવ્યુ છે.

આ પણ વાંચો: કૃષ્ણા અભિષેકનો ગોવિંદા સાથેનો વિવાદ ફરી સામે આવ્યો

Back to top button