મુકેશ અંબાણી માત્ર પૈસાથી જ નહીં પરંતું દિલથી પણ છે અમીર, વર્ષો જૂના કર્મચારીને આપી આ કિમતી ભેટ
- મુકેશ અંબાણીએ જૂના કર્મચારીને કરોડોનું ઘર આપ્યું ભેટમાં
- મુકેશ અંબાણીના જમણા હાથ તરીકે ઓળખાય છે મનોજ મોદી
- રિલાયન્સની સફળતા પાછળ મનોજ મોદીનું મગજ
મુકેશ અંબાણી માત્ર પૈસાથી જ નહીં પણ દિલથી પણ અમીર છે. તે પોતાના કર્મચારીઓના કલ્યાણ માટે હંમેશા આગળ રહે છે. તાજેતરમાં જ તેમણે પોતાના એક જૂના કર્મચારીને 1,500 કરોડ રૂપિયાની ભેટ આપી હતી. તેમના એક જૂના કર્મચારીને 22 માળનું મકાન ભેટમાં આપ્યું છે.
મુકેશ અંબાણીએ કર્મચારીને કરોડોનું મકાન ભેટમાં આપ્યું
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પાસે માત્ર વિશાળ બેંક બેલેન્સ નથી, પરંતુ તેમનું હૃદય પણ તેટલુ જ મોટું છે. તેઓ પોતાના કર્મચારીઓની મદદ માટે હંમેશા હાજર રહેતા હોય છે. મુકેશ અંબાણીએ તાજેતરમાં જ તેમના એક જૂના કર્મચારી માટે રૂ. 1,500 કરોડનું ઘર ખરીદ્યું છે. રિલાયન્સ માટે વર્ષોથી કામ કરી રહેલા મનોજ મોદીને મુકેશ અંબાણીએ 22 માળની ઇમારત ભેટમાં આપી છે. અંબાણીના જમણા હાથ કહેવાતા મનોજ મોદી શરૂઆતથી જ કંપની સાથે છે. તે માત્ર રિલાયન્સના કર્મચારી જ નથી પરંતુ મુકેશ અંબાણીના મિત્ર પણ છે.
જાણો કોણ છે મનોજ મોદી
મનોજ મોદીને લોકો અંબાણીના સૌથી નજીકના કર્મચારી તરીકે જાણે છે. તેમને મુકેશ અંબાણીના જમણા હાથ પણ કહેવામાં આવે છે. રિલાયન્સના તમામ સોદાઓની સફળતા પાછળ તેમનો હાથ છે. વર્ષોથી, તેઓ અત્યંત પ્રામાણિકતા અને સમર્પણ સાથે કંપની માટે અથાક કામ કરે છે.
અંબાણી પરિવાર સાથે પારિવારિક સબંધ
મનોજ મોદી મુકેશ અંબાણીના કોલેજ ફ્રેન્ડ પણ છે. અંબાણી અને મોદી બંને ક્લાસમેટ રહ્યા છે. બંનેએ યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાંથી સાથે અભ્યાસ કર્યો છે. અભ્યાસ બાદ જ્યારે મુકેશ અંબાણીએ રિલાયન્સમાં કામ કરવાનું શરૂ કર્યું તો તેણે મનોજને પણ પોતાની સાથે બોલાવ્યો. મનોજ મોદી વર્ષ 1980થી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છે. માત્ર બિઝનેસમાં જ નહીં પરંતુ અંબાણી પરિવારમાં પણ તેમનું સન્માન છે. મુકેશ અંબાણી પોતે તેમની વાત ધ્યાનથી સાંભળે છે. તે અંબાણી પરિવારના બાળકો માટે માર્ગદર્શક તરીકે કામ કરે છે.માત્ર મુકેશ અંબાણી જ નહીં પરંતુ તેમના બાળકો આકાશ અંબાણી, અનંત અંબાણી અને ઈશા અંબાણી પણ મનોજ મોદીની દરેક વાત માને છે. તેમના કામનું સન્માન કરતાં હવે અંબાણી પરિવારે તેમને એક અમૂલ્ય ભેટ આપી છે. મુકેશ અંબાણીએ પોતાના જૂના કર્મચારી અને મિત્ર માટે મુંબઈના પોશ વિસ્તારમાં 22 માળની ઈમારત ખરીદી છે. એવું પણ કહેવાય છે કે રિલાયન્સની સફળતા પાછળ તેનું મગજ છે. રિલાયન્સમાં તેમને MM તરીકે ઓળખવામાં આવે છે.
જાણો શું છે મકાનની ખાસિયત
અંબાણી પરિવારે મનોજ મોદી માટે મુંબઈના નેપિયન સી રોડ પર 22 માળની ઈમારત ખરીદી છે. આ મિલકતને વૃંદાવન નામ આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે નેપિયન સી રોડ મુંબઈનો પોશ વિસ્તાર છે. અહીં પ્રોપર્ટીનો દર રૂ. 45,100 થી રૂ. 70,600 પ્રતિ ચોરસ ફૂટ છે. આ ઈમારતની કિંમત 1,500 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઈમારત 1.7 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં બનેલી છે.
આ પણ વાંચો : આજે રાજ્યમાં રહેશે વાદળછાયું વાતાવરણ, ગરમીથી રાહત મળવાની આગાહી