મુકેશ અંબાણીએ રિલાયન્સનું સુકાન નવી પેઢીને સોંપ્યું, આકાશ-અનંત અને ઈશાને સોંપી મોટી જવાબદારી
- રિલાયન્સનું સુકાન હવે નવી પેઢીને
- આકાશ, અનંત અને ઈશા અંબાણીને નવી જવાબદારીઓ
- નીતા અંબાણી બોર્ડની બહાર, રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન તરીકે યથાવત
મુકેશ અંબાણીએ પોતાની તમામ જવાબદારીઓ હવે નવી પેઢીને સોંપી દીધી છે. મુકેશ અંબાણીએ સમયનું વહેણ પારખી લીધું છે અને હવે તેમની નવી પેઢીને પ્રમોટ કર્યાં છે.મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 46મી વાર્ષિક સામાન્ય સભા આજે મળી હતી જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હતા અને અગત્યની જાહેરાત થઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભામાં મોટા એલાન કરાયા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. આ બોર્ડમાં આકાશ, અનંત અને ઈશા અંબાણીને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. બોર્ડે ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની નોન એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર તરીકે નિયુક્તિને મંજૂરી આપી દીધી છે. નીતા અંબાણીએ બોર્ડ ઓફ ડિરેક્ટરના પદેથી રાજીનામું આપી દીધું છે જે બોર્ડે સ્વીકારી લીધું છે. સાથે જ રિલાયન્સનું સુકાન નવી પેઢીને સોંપવામાં આવ્યું છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીને બોર્ડમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક મંજૂરી આપી છે.
નીતા અંબાણી બોર્ડમાંથી બહાર
મહત્વનું છે કે,નીતા અંબાણી બોર્ડમાંથી બહાર થઈ ગયા છે. જોકે તેઓ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન તરીકે ચાલુ રહેશે. દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડો નોંધાયો છે. કંપનીના શેર મામૂલી ઘટાડા સાથે 2,462.20 રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે. અહીં જિયો ફાઇનાન્સના શેરમાં નજીવો વધારો થયો છે અને કંપનીના શેર 216 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે.
10 વર્ષમાં કુલ 150 અબજ ડોલરનું રોકાણ-મુકેશ અંબાણી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ સોમવારે જણાવ્યું હતું કે કંપનીએ છેલ્લા 10 વર્ષમાં કુલ 150 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. આ સમયગાળામાં કંપની દ્વારા કરવામાં આવેલું આ અત્યાર સુધીનું સૌથી વધુ રોકાણ છે. કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં અંબાણીએ કહ્યું કે રિલાયન્સ ઉભરતા નવા ભારતમાં અગ્રેસર છે. “અમે એવા લક્ષ્યો નક્કી કર્યા જે અશક્ય લાગતા હતા અને તેમને પ્રાપ્ત કર્યા.
19 સપ્ટેમ્બરે જિયોનું એર ફાઈબર લોન્ચ થશે
મુકેશ અંબાણીએ રિલાયન્સ એજીએમમાં ઘણી મહત્વની જાહેરાતો કરી હતી. જિયોનું એર ફાઇબર ગણેશ ચતુર્થી એટલે કે 19 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે. જિયો એર ફાઇબર 5જી નેટવર્ક અને અત્યાધુનિક વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘરો અને ઓફિસોને વાયરલેસ બ્રોડબેન્ડ સેવા પૂરી પાડશે.
આ પણ વાંચો : મુકેશ અંબાણીની કંપનીમાંથી લોકો કેમ છોડી રહ્યાં છે નોકરી? આંકડો ચોંકાવનાર