ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

મુકેશ અંબાણી બન્યા નાના : ઈશા અંબાણીએ આપ્યો ટ્વિન્સને જન્મ

Text To Speech

મુંબઈ : ઉદ્યોગપતિ અને દુનિયા ના ટોપ 10 અમીર યાદીમાં સામેલ મુકેશ અંબાણી અને નીતા અંબાણી હવે નાના-નાની બનીં ગયા છે.અને અંબાણી પરિવાર માં ખુશીનો માહોલ છે. મુકેશ અંબાણી દાદા-દાદી બાદ હવે નાના-નાની પણ બની ગયા છે. અને મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણી અને પતિ આનંદ પિરામલને હવે દીકરા અને દીકરીના પેરેન્ટ્સ બની ગયા છે.

મીડિયામાં એક નિવેદન બહાર પાડી આપી જાણકારી

અંબાણી અને પિરામલ પરિવાર તરફથી મીડિયામાં એક નિવેદન બહાર પાડી આપી જાણકારી આપવામાં આવી છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “અમને જણાવતાં આનંદ થાય છે કે, ઈશ્વરની કૃપાથી અમારા બાળકો ઈશા અને આનંદને ત્યાં ટ્વિન્સનો જન્મ થયો છે. ઈશા અને તેના બાળકો- દીકરી આદ્યા અને દીકરો ક્રિષ્ના એકદમ સ્વસ્થ છે. અમે આદ્યા, ક્રિષ્ના, ઈશા અને આનંદ માટે તમારા આશીર્વાદ અને શુભેચ્છાની આશા રાખી રહ્યા છે.”

ઈશા અંબાણી-humdekhengenews

નામનો થયો ખુલાસો

અંબાણી અને પિરામલ પરિવાર તરફથી આ બાળકોના નામ પણ પણ જાહેર કરવામાં આવ્યા છે.પુત્રનું નામ કૃષ્ણા અને પુત્રીનું નામ આદિયા જણાવવામાં આવ્યું છે.

2018માં થયા હતા ઈશા અંબાણીના લગ્ન

ઈશા અંબાણી અને આનંદ પિરામલ સાથે 2018માં લગ્ન કર્યા હતા.અને લગ્નના ચાર વર્ષ બાદ ઈશા અંબાણીએ ટ્વિન્સને જન્મ આપ્યો છે.અને ટ્વિન્સને જન્મ આપતાં અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છે.

ઈશા અંબાણી-humdekhengenews

ઈશા અંબાણી પોતે પણ ટ્વિન

ટ્વિન્સને જન્મ આપનારી ઈશા અંબાણી પોતે પણ ટ્વિન છે. ઈશા અંબાણી અને આકાશ અંબાણી પણ મુકેશ-નીતા અંબાણીના ટ્વિન્સ સંતાનો છે. જણાવી દઈએ કે, આકાશ અંબાણીએ માર્ચ 2019માં શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા હતા. તેમના દીકરા પૃથ્વીનો જન્મ 2020માં થયો હતો.

ઈશા અંબાણી-humdekhengenews

ઈશા અંબાણીએ પણ સોપવામાં આવી છે બિઝનેસની કમાન

ઈશા અંબાણીનએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ( RIL ) ગ્રુપના રિટેલ બિઝનેસની કમાન સોંપવામાં આવી છે.

આ પણ વાંચો : ‘ડોનાલ્ડ ટ્રમ્પ’ પર આ રીતે મહેરબાન થયા ‘એલોન મસ્ક’

Back to top button