ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

મુકેશ અંબાણી અનંત-રાધિકા સાથે પહોંચ્યા શિંદેના ઘરે, CMને આપ્યું લગ્નનું આમંત્રણ

Text To Speech
  • મુકેશ અંબાણી મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેના ઘરે પહોંચ્યા અને તેમને પુત્રના લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે

દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અનંત 12 જુલાઈએ તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને લગ્નના કાર્ડ આપવાનો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે. આ દરમિયાન મુકેશ અંબાણી મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેના ઘરે પહોંચ્યા અને તેમને પુત્રના લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું. મુકેશ અંબાણી અને એકનાથ સિંદેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

એકનાથ શિંદેને આપ્યો બુકે 

સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે મુકેશ અંબાણી સાથે તેમનો પુત્ર અનંત અને થનારી વહૂ રાધિકા મર્ચન્ટ પણ હાજર હતી. મુકેશ અંબાણીએ સીએમની ખાસ મુલાકાત લીધી અને ફૂલોનો બુકે ઉપહાર તરીકે આપ્યો. આ તસવીરોમાં એકનાથ શિંદેનો પરિવાર પણ તેમની સાથે જોવા મળ્યો હતો. આ આમંત્રણ પરથી સ્પષ્ટ છે કે મુકેશ અંબાણીના નાના પુત્રના લગ્નમાં બોલિવૂડની મોટી હસ્તીઓ ઉપરાંત રાજકીય નેતાઓનો પણ જમાવડો જોવા મળી શકે છે.

નીતા અંબાણીએ કાશી વિશ્વનાથને આપ્યું પહેલું આમંત્રણ

નીતા અંબાણીએ પોતાના પુત્રના લગ્નનું કાર્ડ ભગવાન શિવના ચરણોમાં અર્પણ કર્યું હતું. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેર પર્સન અને મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીએ સોમવારે વારાણસી પહોંચીને કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. આ સાથે તેમણે ભગવાન શિવના ચરણોમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું કાર્ડ પણ અર્પણ કર્યું હતું.

ક્યારે થશે અનંત-રાધિકાના લગ્ન?

અનંત-રાધિકાનું પ્રથમ પ્રી-વેડિંગ ફંક્શન જામનગરમાં યોજાયું હતું. ત્યારબાદ બીજી પ્રી-વેડિંગ સેરેમની ઈટાલીમાં થઈ હતી. જે 29મી મેથી શરૂ થઈને 1લી જૂને સમાપ્ત થઈ હતી. હવે આ કપલ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ પ્લેબેક સિંગર સોનૂ નિગમે બાબા કેદારનાથના કર્યા દર્શન, જુઓ ફોટોઝ

Back to top button