ગુજરાતટ્રેન્ડિંગનેશનલબિઝનેસયુટિલીટીવિશેષ

અંબાણીની મોટી જાહેરાત, જાણો જિયો યૂઝરને શું આપશે રિલાયન્સ?

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક – 29 ઑગસ્ટ :  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ Jio AI ક્લાઉડ ઑફર શરૂ કરવાની જાહેરાત કરી છે જેમાં દરેક Jio વપરાશકર્તાને 100 GB ક્લાઉડ સ્ટોરેજ બિલકુલ મફત આપવામાં આવશે. મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 47મી એજીએમ બેઠકમાં આ જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ કહ્યું કે, Jio AI-Cloud વેલકમ ઓફર આ વર્ષે દિવાળી પર લોન્ચ કરવામાં આવશે.

મુકેશ અંબાણીએ કહ્યું, મને Jio AI ક્લાઉડ વેલકમ ઑફરની જાહેરાત કરતાં ખૂબ જ આનંદ થાય છે. Jio વપરાશકર્તાઓને 100 GB FPS ક્લાઉડ સ્ટોરેજ મળશે જેમાં તેઓ તેમના ફોટા, વીડિયો, દસ્તાવેજો અને અન્ય ડિજિટલ સામગ્રી અને ડેટા સ્ટોર કરી શકશે. તેમણે કહ્યું કે, અમે આ વર્ષે દિવાળી પર Jio AI ક્લાઉડ વેલકમ ઑફર લૉન્ચ કરીશું, જેના દ્વારા અમે પાવરફુલ અને સસ્તું સોલ્યુશન્સ લાવી રહ્યાં છીએ જેમાં દરેક જગ્યાએ દરેક વ્યક્તિને ક્લાઉડ ડેટા સ્ટોરેજ અને ડેટા સંચાલિત AI સેવાઓ ઉપલબ્ધ હશે.

રિલાયન્સની AGM મીટિંગને સંબોધતા મુકેશ અંબાણીએ કહ્યું કે, Jio એવા ટૂલ્સ અને પ્લેટફોર્મ વિકસાવી રહ્યું છે જેમાં સમગ્ર AI લાઈફસાઈકલ જોવા મળશે, જેને Jio Brain નામ આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, રિલાયન્સ ગુજરાતના જામનગરમાં ગીગાવોટ સ્કેલના AI તૈયાર સેટઅપ્સનું નિર્માણ કરી રહી છે જે કંપનીની ગ્રીન એનર્જી દ્વારા સંચાલિત થશે.

મુકેશ અંબાણીએ કહ્યું, રિલાયન્સ જિયો દુનિયાની સૌથી મોટી મોબાઈલ ડેટા કંપની બની ગઈ છે. વિશ્વનો 8 ટકા મોબાઈલ ડેટા એકલા Jioના નેટવર્ક પર ચાલે છે. આ આંકડો કેટલો મોટો છે તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે તે વિકસિત બજારો સહિત તમામ મોટા વૈશ્વિક ઓપરેટરો કરતાં વધુ છે. AGM મીટિંગને સંબોધિત કરતી વખતે, આકાશ અંબાણીએ કહ્યું, કે Jio PhoneCall AI સાથે, યૂઝર દરેક ફોન કૉલમાં AIની મદદ લઈ શકશે. AI તમામ કોલ્સ ઓટોમેટીક રેકોર્ડ કરશે અને તેને ક્લાઉડ પર સેવ કરશે. તેની સાથે, તે સમગ્ર વાર્તાલાપને ટ્રાંસ્ક્રાઇબ કરશે અને તેને ટેક્સ્ટ ફોર્મેટમાં રૂપાંતરિત કરશે.

આ પણ વાંચો : ગુજરાતના અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારોના લોકો માટે ટેલિકોમ વિભાગે લીધો આ નિર્ણય, જાણો

Back to top button