ટ્રેન્ડિંગનેશનલબિઝનેસયુટિલીટી

મુકેશ અંબાણીએ ફરી BSNL, Airtel અને Vodafoneની ચિંતા વધારી: Jio ફ્રીમાં WiFi કરશે ઈન્સ્ટોલ!

Text To Speech
  •  જો કોઈપણ વ્યક્તિ પોતાના ઘર અથવા ઓફિસમાં WiFi કનેક્શન લેવાનું વિચારી રહ્યા હોય, તો તેઓ આ ઓફર માટે અરજી કરી શકે છે

નવી દિલ્હી, 14 ઓગસ્ટ: Jio દ્વારા યુઝર્સ માટે એક નવી દમદાર ઓફર લાવવામાં આવી છે. Jio દ્વારા હવે બધાને ફ્રીમાં WiFi ઇન્સ્ટોલ કરવાની પણ ઓફર આપવામાં આવી રહી છે.  આ માહિતી સાંભળીને આશ્ચર્ય થાય કે આવું કેમ છે? તો કંપની તરફથી એક ઓફર હેઠળ આ સ્કીમ લાવવામાં આવી છે. જો કોઈપણ પોતાના ઘર અથવા ઓફિસમાં WiFi કનેક્શન લેવાનું વિચારી રહ્યા હોય, તો તેઓ તેના માટે અરજી કરી શકે છે. કંપની દ્વારા પહેલીવાર આવી ઑફર આપવામાં આવી રહી છે. આ પહેલા BSNL દ્વારા પણ કંઈક આવું જ લાવવામાં આવ્યું હતું. જેમાં લોકોના ઘરે ફ્રી WiFi ઈન્સ્ટોલેશનનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.

સ્વતંત્રતા દિવસ નિમિતે લાવવામાં આવી ઓફર

સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને Jio દ્વારા એક નવી ઓફર લાવવામાં આવી છે. જો કોઈ પણ વ્યક્તિ આ ઑફરનો લાભ લેવા ઈચ્છે છે તો તેમને કોઈ અલગ ઇન્સ્ટોલેશન ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ કોઈપણને પણ આશ્ચર્યચકિત કરી દેશે, કારણ કે હાલમાં જ Jio દ્વારા આવી ઓફર લાવવામાં આવી છે અને તેને Jio Freedom Offer નામ આપવામાં આવ્યું છે. પરંતુ આ માટે તમારે કંપનીનું ત્રણ મહિનાનું રિચાર્જ કરાવવું પડશે. આ ઑફર 2121 રૂપિયાના પ્લાનની ખરીદી પર આપવામાં આવે છે. જ્યારે પહેલા કોઈ પણ વ્યક્તિને પ્લાનની સાથે 1,000 રૂપિયાનો અલગ ઇન્સ્ટોલેશન ચાર્જ ચૂકવવો પડતો હતો. ત્યારે હવે આ આપવું પડશે નહીં એટલે કે કંપની દ્વારા 30%ની સીધી ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહી છે.

BSNL ફ્રી WiFi

BSNL દ્વારા પણ યુઝર્સને આવી જ ઓફર આપવામાં આવી રહી હતી. જેમાં પણ યુઝર્સને અલગથી ઇન્સ્ટોલેશન ચાર્જ ચૂકવવો પડતો નથી. આ ઉપરાંત, તે ફ્રી WiFi ઈન્સ્ટોલ કરાવી શકતા હતા, પરંતુ તેની સાથે તેમણે રિચાર્જ પણ કરાવવું પડતું હતું. અગાઉ આ ઓફર કંપની દ્વારા 31 માર્ચ સુધી આપવામાં આવી રહી હતી. જોકે, તેની વેલિડિટી લંબાવવામાં આવી હતી અને આ ઑફર આખા વર્ષ માટે કરવામાં આવી હતી. આ એક શાનદાર ઓફર સાબિત થાય છે.
Back to top button