ઉત્તર ગુજરાતગુજરાત

અરવલ્લી જિલ્લામાં મહોરમની ઉજવણી, મંત્રી ભિખુસિંહ પરમારએ તાજીયાના કર્યા દર્શન

Text To Speech

મોડાસા શહેરના હુસેનીચોક અને ઘાંચીવડા કાદરસા બાવાની દરગાહ પાસે સરકારી તાજીયા મુકવામાં આવ્યા હતા . આજે મોહરમના દિવસે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમારએ તાજીયાના દર્શન કર્યા.

જાણો કેમ મનાવવામા  આવે છે મહોરમનો પર્વે

લગભગ 1400 વર્ષ પહેલાં સત્ય માટે સમગ્ર પરિવાર ને કુરબાન કરી દેનારા ઇમામ હુસેનની યાદમાં મોહરમ મનાવવામાં આવે છે. મહોરમનો પર્વે માતમનો દિવસ કહેવામાં આવે છે . કરબલાના મેદાન માં પોતાના 72 સાથીદારો સાથે માનવતાના મૂલ્યો અને ઇસ્લામના સિદ્ધાંતો ખાતર શહીદી વહોરનાર ઇમામ હુસેન અને હસનની યાદમાં મનાવવામાં આવે છે.

અરવલ્લી તાજીયા-humdekhengenews

આ પણ વાંચો : ગુજરાત સરકાર અને ઇન્ડિયન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિએશન વચ્ચે MOU થયા

મોડાસામાં  વર્ષોથી ઇમામ હુસેન અને હશેનની શહીદીની યાદમાં તાજીયા જુલુસ કાઢવામાં આવે છે

અરવલ્લી જિલ્લાના મોડાસામાં  વર્ષોથી ઇમામ હુસેન અને હશેનની શહીદીની યાદમાં તાજીયા જુલુસ કાઢવામાં આવે છે. કલાત્મક રીતે શણગારેલા તાજીયા ને નગર ના કેટલાક વિસ્તારમાં ભ્રમણ કરાવવામાં આવે છે. ફક્ત મુસ્લિમો જ નહીં પરંતુ હિંદુ અને અન્ય સમાજના લોકો પણ તાજીયામાં આસ્થા અને શ્રદ્ધા રાખે છે .ત્યારે 9 મી જેને કતલ ની રાત એટલે જે દિવસે ઇમામ હુશેન અને હસન શાહિદ થયા હતા તે રાત્રી એ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કલાત્મક તાજીયા ઝુલુસ કાઢવામાં આવ્યા હતા.

અરવલ્લી તાજીયા-humdekhengenews

આ પણ વાંચો : સિદ્ધપુર GIDCમાં મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે કોમન ફેસિલિટી સેન્ટરનુ ઉદ્ઘાટન કરાયું

Back to top button