ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનાર મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી અટકાયત

Text To Speech
  • ગુજરાત ATS ની ટીમ દ્વારા કરાઈ અટક
  • ઘાટકોપરમાંથી ઝડપી પુછપરછ માટે પોલીસ મથકે લઈ જવાયા
  • મોટી સંખ્યામાં લઘુમતી સમાજના આગેવાનો પહોંચ્યા

મુંબઈ, 4 ફેબ્રુઆરી : જૂનાગઢ ખાતે તાજેતરમાં જાહેરમાં ભડકાઉ ભાષણ કરનાર મુફ્તી સલમાન અઝહરીની ગુજરાત ATS ની ટીમે મુંબઈથી અટકાયત કરી છે. તેને ઘાટકોપર વિસ્તારમાંથી અટક કરી પુછપરછ માટે પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે. આ અંગેની જાણ થતાં મોટી સંખ્યામાં લઘુમતી સમાજના આગેવાનો દોડી આવ્યા છે.

ત્રણ લોકો સામે નોંધાવાઈ હતી ફરિયાદ

મળતી માહિતી મુજબ, જૂનાગઢનાં નરસિંહ વિદ્યા મંદિરમાં તા. 31 જાન્યુઆરી 2024ના રોજ રાત્રે મુસ્લિમ સમાજનો એક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. નશામુક્તિ માટેના આ કાર્યક્રમમાં બહારથી આવેલા મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ કેટલાક વિવાદાસ્પદ નિવેદનો કર્યા હતા. દરમિયાન આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેના પગલે જૂનાગઢ પોલીસે મહમદ યુસુફ, અજીમ હબીબ, મૌલાના સલમાન સામે ભડકાઉ ભાષણ કરી વૈમનસ્ય ફેલાવા અંગે ફરિયાદ નોંધી હતી. જેમાંથી મૌલાના સિવાય બે શખસોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે કે મૌલાનાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

મૌલાના મુંબઈ હોવાની ATS ને થઈ હતી જાણ

દરમિયાન આ ગુનામાં તપાસ કરતી પોલીસ સાથે ગુજરાત ATS ટીમ પણ જોડાઈ હતી. જેમાં તેઓને બાતમી મળી હતી કે મૌલાના હાલ મુંબઈ ખાતે ઘાટકોપરમાં રહેલો છે. જેથી ત્યાં પહોંચી તેને ડિટેકટ કરવામાં આવ્યા બાદ તેની અટકાયત કરાઈ હતી.

Back to top button