ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

‘મારા પર કાદવ ફેંકવામાં આવ્યો’ શર્મિલા ટાગોરે ‘Bad Girl’ તરીકે મળેલા ટેગના કપરા દિવસો યાદ કર્યા

  • શર્મિલા ટાગોરે તેમની કારકિર્દી, ફિલ્મો, સિનેમા સ્થિતિ અને તેમના બાળકો વિશે ઘણી વાતો કરી

નવી દિલ્હી, 18 ડિસેમ્બર: બોલિવૂડ અભિનેત્રી શર્મિલા ટાગોરે નવી દિલ્હીમાં સ્ક્રીન લાઈવની ચોથી આવૃત્તિમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે તેમની કારકિર્દી, ફિલ્મો, સિનેમા સ્થિતિ અને તેમના બાળકો વિશે ઘણી વાતો કરી હતી. તેમણે તેમની કારકિર્દીની શરૂઆતમાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તેના વિશે પણ જણાવ્યું. શર્મિલા ટાગોરે કહ્યું કે, તેમને Bad Girlનો ટેગ આપવામાં આવ્યો હતો. એક વખત જે ટ્રેનથી તેઓ મુસાફરી કરી રહ્યા હતા તેને સળગાવી દેવાની ધમકી મળી હતી. આટલું જ નહીં લોકોએ તેમના પર કાદવ પણ ફેંક્યો હતો.

 

શર્મિલા ટાગોરે પોતાના મુશ્કેલીના દિવસે વિશે શું કહ્યું?

શર્મિલા ટાગોરે કહ્યું, “જ્યારે હું ફિલ્મોમાં જોડાઈ ત્યારે ફિલ્મોમાં કામ કરવું મારા માટે ખૂબ જ નિરાશાજનક હતું. આથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ પણ પોતાના પગલા પાછા ખેંચી લીધા. તેમની પોતાની એક નાનકડી ક્લબ હતી, તેઓ સમાજથી પણ દૂર રહેતા હતા, કારણ કે તે સમયે ઘણું જજમેન્ટ થતું હતું. પુરૂષ કલાકારોને સ્વીકારવામાં આવતા હતા, પરંતુ સ્ત્રીઓને કોઈ સન્માન આપવામાં આવતું ન હતું.

બોલિવૂડ અભિનેત્રી આગળ કહ્યું કે, “એકવાર મેં પણ વિચાર્યું હતું કે મારા પર સીટી વગાડવામાં આવશે અથવા મને આ પ્રકારની પ્રશંસા મળશે. જ્યારે તમે લગ્ન કરો છો ત્યારે એક અલગ પ્રકારનો આદર હોય છે અને જ્યારે તમે માતા બની જાઓ છો… મને યાદ છે કે, હું હૈદરાબાદ જઈ રહી હતી અને મને લેવા માટે એક કાર આવવાની હતી. થોડી જ મિનિટોમાં લોકોનું ટોળું એકઠું થયું અને લોકોએ મને પૂછ્યું કે, શું મારા પુત્રને સંભાળની જરૂર છે, તેઓ મને બીજા રૂમમાં લઈ ગયા, મારા માટે ખુરશી લાવ્યા… તે એક અલગ પ્રકારનું સ્વાગત હતું.

 હું એક સોશ્યલ સસ્પેક્ટ બની ગઈ હતી: શર્મિલા ટાગોર

શર્મિલા ટાગોરે કહ્યું કે, સમયની સાથે સમાજ ઘણો બદલાયો છે. એકવાર તેમના પર કાદવ ફેંકવામાં આવ્યો હતો. તેઓ જે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, તેને આગ લગાવવાની ધમકી પણ મળી હતી, પરંતુ આખરે પરિસ્થિતિ બદલાઈ ગઈ.

અભિનેત્રીએ કહ્યું કે, “હું એક અલગ પ્રકારના પરિવારમાંથી આવી છું. હું જી.એન.ટાગોરની પુત્રી હતી. હું જાણતી હતી કે હું કોણ છું અને મને વિશ્વાસ હતો. અન્ય લોકો મારા વિશે શું કહે છે તેની મને ખરેખર પરવા નહોતી. હું અત્યારે જેવી છું તેવી જ હતી… પણ હું એક હોટલમાં એકલી રહેતી હતી, તેના લીધે લોકોના મારા વિશે અલગ-અલગ મંતવ્યો હતા. હું એક સોશ્યલ સસ્પેક્ટ બની ગઈ હતી. બાકી લોકો મહારાષ્ટ્રના હતા, તેઓએ સફેદ કપડાં પહેર્યા હતા, હું દારૂ પીતી ન હતી. હું અલગ હતી, તેથી હું ‘Bad Girl’ હતી.”

આ પણ જૂઓ: Lookback 2024: બોલિવૂડના આ કલાકારો માટે લકી રહ્યું વર્ષ, બન્યા પેરેન્ટ્સ

Back to top button