બીજી ડિસેમ્બરે રાજપથ ક્લબમાં મુચ્છાલ જોડીનો લાઈવ શો
અમદાવાદના સંગીત ચાહકો વધુ એક લાઈવ કોન્સર્ટની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. જોકે તેમની આ આતુરતાનો અંત બસ હવે ગણતરીના દિવસોમાં જ આવી જશે.માત્ર પાંચ દિવસ પછી એટલે કે બીજી ડિસેમ્બરે શહેરની સુવિખ્યાત રાજપથ ક્લબમાં યુવાધનના થડકારથી જીવંત થઈ જશે. અને આ યુવાધન મ્યુઝિક સેન્સેસન ભાઈ-બહેન પલાશ મુચ્છાલ અને પલક મુચ્છાલના લાઈવ પરફોર્મન્સથી રોમાંચિત થઈ જશે.પલક મુચ્છાલ મૂળ મધ્યપ્રદેશના ઈન્દોરની છે, પરંતુ અમદાવાદ સાથેનું તેનું સંગીત જોડાણ નવું નથી.હજુ ગયા જૂન મહિનામાં જ આ બંને ભાઈ-બહેને રાજપથ ક્લબમાં જ પરફોર્મન્સ આપીને તેમની ટેલેન્ટથી અમદાવાદીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ફરી ભાઈ-બહેનની એ જ જોડી બીજી ડિસેમ્બરને શનિવારે શહેરના યુવાનોના દિલ-દિમાગને ધગધગ કરી દેશે.
સંગીતના શોખીનો પલક મુચ્છાલના નામથી પરિચિત છે. તેણે છેલ્લા દસેક વર્ષમાં હિન્દી ફિલ્મો જેવી કે, એક થા ટાઈગર (2012), આશિકી-2 (2013), કિક (2014), એક્શન જેક્શન (2014), પ્રેમ રતન ધન પાયો (2015), એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી (2016), કાબિલ (2017), બાગી-2 (2018) અને પલ પલ દિલ કે પાસ (2019)નાં ગીતોમાં તેનો મધુર અવાજ આપેલો છે.
સંગીત નિર્દેશક મિથૂન સાથે લગ્ન કરનાર પલક સમાજસેવાના ક્ષેત્રમાં પણ અગ્રણી છે. તેણે “પલક મુચ્છાલ હાર્ટ ફાઉન્ડેશન” ની સ્થાપના કરેલી છે, જેના મારફત ઘણી મોટી સંખ્યામાં બાળકોનાં હૃદયના ઓપરેશન કરાવવામાં આવ્યા છે.
પલકનો ભાઈ પલાશ પણ એટલો જ ટેલેન્ટેડ છે. 2014માં દિશ્કિયૂં ફિલ્મ સાથે ફિલ્મ ગીત-સંગીતમાં પદાર્પણ કરનાર પલાશ હાલ એક સાથે 20 જેટલી ફિલ્મમાં કામ કરે છે. ગીત-સંગીત ઉપરાંત પલાશે ખેલેં હમ જી જાન સે ફિલ્મમાં અભિનય પણ કર્યો હતો. આશુતોષ ગોવારીકર નિર્મિત એ ફિલ્મમાં અભિષેક બચ્ચન અને દીપિકા પાદુકોણ મુખ્ય કલાકારો હતાં.
View this post on Instagram
આ ભવ્ય લાઈવ કોન્સર્ટનું આયોજન મેડ્સ-આર એન્ટરટેઈનમેન્ટના માલિક મનોજ શુક્લા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કંપની દ્વારા ડિસેમ્બર 2022માં રાજપથ ક્લબમાં જ હિમેશ રેશમિયાના શો નું આયોજન કરવામાં આવ્યું હતું. નડિયાદ સ્થિત મેડ્સ-આર એન્ટરટેઈનમેન્ટ દ્વારા ચાલુ વર્ષે નડિયાદમાં ભવ્ય નવરાત્રિ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ટિકિટ બૂક કરવા માટે નીચેની લિંક પર કિલક
PAYTM : https://bit.ly/3Q6F61a
BOOK MY SHOW : https://bit.ly/45KDLmv
MORE INFORMATION CALL :
Manoj Shukla – 92274 61325
Urmila Tiwari – 91738 73769
Priyank Tiwari -83473 24090