ગુજરાત

વડોદરાઃ MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના એફઆરે વિદ્યાર્થિની સાથે કરેલી ચેટ વાઇરલ, ABVP દ્વારા કાયદાકીય પગલાં ભરવાની માગ

Text To Speech

સંસ્કારી નગરી વડોદરાની MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના એફઆરે વિદ્યાર્થિની સાથે કરેલી ચેટ વાઇરલ થઈ હતી. MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના એફઆર પંકજ જયસ્વાલની એક વિદ્યાર્થિની સાથેની ચેટ વાઇરલ કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થી નેતા દ્વારા વિદ્યાર્થિની સાથે કરેલી ખાનગી વાતોને જાહેર કરવામાં આવી છે. જેમાં મારે તારું ફિગર જોવું છે, એ મારું ડ્રીમ છે, જેવી ચેટના સ્ક્રીન શોટ સોશિયલ મીડિયામાં ફરતા કરાયા છે.

એફઆર સામે કાયદાકીય પગલાં ભરવાની ABVP દ્વારા માગ
ABVP દ્વારા વિદ્યાર્થી આગેવાન સામે આક્ષેપો કરીને રજૂઆતો કરાઈ હતી. જેમાં જણાવ્યું હતું કે, એડમિશનની લાલચ આપીને વિદ્યાર્થિનીનું શોષણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થિની કોઇ પણ પ્રકારનો જવાબ આપતી ન હોવા છતાં પણ તેને કોલ અને મેસેજ કરીને પરેશાન કરવામાં આવી હતી.આ ઘટના નીંદનીય છે અને યુનિવર્સિટીમાં ચલાવી લેવાય તેમ નથી. એફઆર સામે કાયદાકીય પગલાં ભરવા માટેની માગણી ABVP દ્વારા કરવામાં આવી હતી. છેલ્લાં બે વર્ષથી MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ યોજાઇ નથી. આ વર્ષે વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાવાની છે ત્યારે વિદ્યાર્થી સંગઠનો દ્વારા એકબીજા પર કાદવ ઉછાળવા સહિત આંદોલનોમાં કોણ કોનાથી ચઢિયાતું તે પ્રકારની રાજનીતિ કરવામાં આવી રહ્યાં છે.

ઇલેક્શન હરાવી શકે તેમ ન હોવાથી મને બદનામ કરવાનું કૃત્ય કરાયું છે
વિદ્યાર્થી નેતા પંકજ જયસ્વાલે જણાવ્યું હતું કે કેટલાંક રાજકીય સંગઠન મને ઇલેક્શન હરાવી શકે તેમ ન હોવાથી બદનામ કરવાનું કૃત્ય કરી રહ્યાં છે. મને તેમના સંગઠનમાં જોડાવા માટે લોભ-લાલચ અને પ્રલોભન આપવામાં આવ્યાં હતાં, જેને હું વશ થયો ન હતો.

વિદ્યાર્થીઓમાં મારી ખોટી છાપ ઊભી કરવા માટે વ્યક્તિગત ચેટને વાઇરલ કરાઇ છે. હું તે છોકરીને 2018થી ઓળખું છું. અમે સારા મિત્રો છીએ. અમે ચેટિંગ પણ કરતાં હતાં. રાજકીય વિરોધીઓ દ્વારા યુવતીને બહેલાવી ફોસલાવીને અમારી ખાનગી ચેટ પોતાના ફાયદા માટે ઉપયોગ કરવામાં આવી છે.

Back to top button