IPLના ઈતિહાસમાં આવું કરનાર MS ધોની એકમાત્ર કેપ્ટન, જાણો તેના આ રેકોર્ડ વિશે
- 16 વર્ષના ઈતિહાસમાં મહેન્દ્રસિંહ ધોની સિવાય અન્ય કોઈ ખેલાડી આ રેકોર્ડ બનાવી શક્યો નથી
HD ન્યૂઝ ડેસ્ક, 22 માર્ચ: મહેન્દ્રસિંહ ધોનીએ IPL 2024 પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડી દીધી છે. તેમના સ્થાને યુવા ખિલાડી ઋતુરાજ ગાયકવાડને કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી છે. ધોનીની ચમત્કારિક કેપ્ટનશીપમાં CSK ટીમે પાંચ વખત IPL ટ્રોફી જીતી હતી. ધોનીની કેપ્ટનશીપમાં ઘણા યુવા ખેલાડીઓએ પોતાની કારકિર્દી બનાવી છે. ધોની હંમેશા ખેલાડીઓને સપોર્ટ કરવા માટે જાણીતો છે. IPLમાં ધોનીના નામે એક ખાસ રેકોર્ડ છે.
We built this house on memories 🎶 💛💛3️⃣7️⃣8️⃣♾️#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/2RBLkJYDfg
— Chennai Super Kings (@ChennaiIPL) March 21, 2024
આ રેકોર્ડ બનાવનાર પ્રથમ અને એકમાત્ર કેપ્ટન
ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને હરાવીને IPL 2023નું ટાઇટલ જીત્યું. IPLના 16 વર્ષના ઈતિહાસમાં ધોની પહેલો એવો ખેલાડી છે જેણે કેપ્ટન તરીકે તેની છેલ્લી મેચમાં IPLની ચેમ્પિયન ટ્રોફી જીતી હોય. તેમના પહેલા આવુ કોઈ કરી શક્યુ નથી. ધોનીની ગણતરી વિશ્વના મહાન કેપ્ટનોમાં થાય છે. તે બોલિંગમાં શાનદાર ફેરફારો કરે છે અને તેને DRSનો માસ્ટર માનવામાં આવે છે. ધોની હંમેશા આશ્ચર્યજનક નિર્ણયો લેવા માટે જાણીતો છે. ધોનીએ આઈપીએલની 226 મેચોમાં કેપ્ટનશીપ કરી છે, જેમાંથી તેણે 133 મેચ જીતી છે અને 91માં હારનો સામનો કરવો પડ્યો છે. બે મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી. ધોની IPLનો પહેલો કેપ્ટન છે જેણે 100થી વધુ મેચ જીતી છે.
I’ve loved you then. 💛
I love you still! ♾️#WhistlePodu #Yellove 🦁💛@ImRaina @msdhoni pic.twitter.com/R8vWBwO4rR— Chennai Super Kings (@ChennaiIPL) March 21, 2024
CSK 10 વખત ફાઇનલમાં જગ્યા બનાવી
મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2010, 2011, 2018, 2021, 2023નો ખિતાબ જીત્યો છે. પોતાના શાંત અને ચતુર મનથી ધોનીએ CSKની ટીમને ઘણી વખત મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢી છે. ધોનીની કેપ્ટન્સીમાં CSKએ 10 વખત IPL ફાઇનલમાં જગ્યા બનાવી છે. ધોનીએ 14 મેચમાં રાઇઝિંગ સુપર જાયન્ટ્સની કેપ્ટનશિપ પણ કરી હતી.
કેપ્ટનશિપ ઉપરાંત વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફિનિશર!
કેપ્ટનશિપ ઉપરાંત મહેન્દ્રસિંહ ધોની વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફિનિશર છે. જો ધોની ક્રિઝ પર હોય તો ચાહકોને જીતની આશા રહે છે. ધોની 2008થી આઈપીએલમાં રમી રહ્યો છે. તેણે અત્યાર સુધી 250 IPL મેચોમાં 5082 રન બનાવ્યા છે જેમાં 24 અડધી સદી સામેલ છે. તેણે IPLમાં 239 સિક્સ પણ ફટકારી છે.
આ પણ જુઓ: CSK vs RCB: IPL આજથી શરૂ, નવા કેપ્ટન સાથે ચેન્નાઈની ટીમ બેંગલુરુનો કરશે સામનો