MS Dhoni : આજના દિવસે મહેન્દ્રસિંહ ધોનીએ રચ્યો હતો ઈતિહાસ,બનાવ્યો આ રેકોર્ડ
Mahendra Singh Dhoni : 23મી જુન એટલે ટીમ ઇન્ડિયા માટે અને મહેન્દ્ર ધોની માટે યાદગાર દિવસ.આ દિવસે એટલે કે 23મી જુન 2013માં ભારતે ઇંગ્લેન્ડને હરાવીને ચેમ્પિયન ટ્રોફી જીતી હતી.આ દરમ્યાન મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઇન્ડિયાનો કેપ્ટન હતો.અને આ ટ્રોફી સાથે મહેન્દ્ર સિંહ ધોનીએ ICCની ત્રણેય ફોર્મેટ ની ટ્રોફી જીતનાર પ્રથમ કેપ્ટન બની ગયો હતો.અંને આ ચેમ્પિયન ટ્રોફી પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ 2011 માં ODI વર્લ્ડ કપ અને આ ટ્રોફી પહેલા 2007માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો.
2013 પછી એક પણ ટ્રોફી જીતી નથી ઇન્ડિયા
મહેન્દ્ર સિંહ ધોની અગુવાઈમાં 2013માં ચેમ્પિયન ટ્રોફી જીત્યા બાદ ઇન્ડિયા કોઈ પણ ICC ટ્રોફી જીતી શકી નથી. ત્યારે ઓસ્ટ્રેલિયા સામે ચેમ્પિયનશિપ ફાઇનલ રમી.પરતું આ પણ ઓસ્ટ્રેલિયાએ ખિતાબ જીતવાની આશા પર પાણી ફેરવી નાખ્યું.અને પહેલા 2021માં વિરાટ કોહલીની કપ્તાનીમાં WTC ફાઈનલ હારી ગયું.
આ વર્ષે રમાશે એશિયા કપ અને T20 વર્લ્ડ કપ
2023માં એશિયા કપ અને વર્લ્ડ કપ યોજાવાની છે ઘર આંગણે રમાનાર ટ્રોફી ICC ટ્રોફીના દુષ્કાળને ખતમ કરવાની તક છે. ટીમ ઇન્ડિયા આ ચેમ્પિયન ટ્રોફી અને વર્લ્ડ કપ જીતવાનીની આશા સાથે મેદાનમાં ઉતરશે.
In June 2013 #TeamIndia won the ICC Champions Trophy under Dhoni's captaincy.
With the Champion's Trophy victory, MS Dhoni became the only Captain to win all three ICC trophies.#ThankYouMSD pic.twitter.com/nKh3OdNAcJ
— BCCI (@BCCI) August 16, 2020
મહેન્દ્ર સિંહ ધોનીએ કરી શાનદાર કેપ્ટનશિપ
જ્યાં સુધી 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલની વાત છે,આ મેચમાં ધોનીએ અદ્ભુત કેપ્ટનશિપ કરી હતી. તેણે ઈશાંત શર્મા અને આર અશ્વિન પર મોટો દાવ રમ્યો હતો. તેને ઈશાંત દ્વારા કરવામાં આવેલી ઈનિંગની 18મી ઓવર મળી હતી, જ્યારે આ પહેલા તે ઘણી મોંઘી સાબિત થઈ હતી. ધોનીએ છેલ્લી ઓવરમાં બોલ અશ્વિનને સોંપ્યો હતો. અને ભારતે ફાઈનલ 5 રનથી જીતી મેળવી હતી.
હજી સુધી નથી જાહેર કરાયું શેડયુલ
ઓક્ટોબર મહિનામાં ભારતમાં વનડે વિશ્વ કપ રમનારો છે. વનડે વિશ્વકપને લઈ BCCI દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જોકે આ પહેલા વિશ્વકપના શેડ્યૂલની રાહ જોવામાં આવી રહી છે. આ પહેલા જૂન મહિનાની શરુઆતે શેડ્યૂલ એલાન થવાની શક્યતાઓ જોવામાં આવી રહી હતી. પરંતુ શેડ્યૂલ હજુ જાહેર થઈ શક્યુ નથી અને દુનિયાભરના ક્રિકેટ ચાહકો જ નહીં ક્રિકેટ બોર્ડ અને ખેલાડીઓ રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો : શેન વોર્નના મૃત્યુ માટે કોરોનાની વેક્સિન જવાબદાર!