IPL-2023ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

IPLમાં ધોનીના નામે વધુ એક રેકોર્ડ, CSKમાં કેપ્ટન તરીકે 200મી મેચ માટે સન્માનિત

Text To Speech

IPLમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ દરેક સિઝનમાં જોવા મળી છે. ધોનીએ હવે IPLની 16મી સિઝનમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. IPLના ઈતિહાસમાં ધોની એક ટીમ માટે 200 મેચમાં કેપ્ટનશિપ કરનારો પહેલો ખેલાડી બની ગયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે કેપ્ટન તરીકે રાજસ્થાન રોયલ્સ (RR) સામે કેપ્ટન તરીકે રમીને મહેન્દ્ર સિંહ ધોની આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. CSKમાં કેપ્ટન તરીકે 200મી મેચ માટે મહેન્દ્ર સિંહ ધોનીને સન્માનિત કરવામાં આવ્યો છે.

CSK અત્યારસુધી 4 વખત IPL ટાઈટલ જીતી

વર્ષ 2008માં રમાયેલી પ્રથમ સિઝનથી, મહેન્દ્ર સિંહ ધોનીએ 199 મેચોમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું નેતૃત્વ કર્યું છે, જેમાંથી ટીમે 120 મેચ જીતી છે અને 78 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈની ટીમ અત્યાર સુધી 4 વખત IPL ટાઈટલ જીતી ચુકી છે. આ સિવાય ટીમે 9 વખત ફાઈનલ સુધીનો પ્રવાસ પણ કર્યો છે.

ધોની પછી બીજા નંબરે રોહિત શર્મા

કોઈપણ એક ટીમ માટે સૌથી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરવાની બાબતમાં ધોની બાદ મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો વર્તમાન કેપ્ટન રોહિત શર્મા છે, જેણે અત્યાર સુધી 145 મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું છે. આ પછી ત્રીજા નંબર પર વિરાટ કોહલીનું નામ આવે છે, જેણે 140 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમની કેપ્ટનશિપ કરી છે.

કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવામાં બીજો નંબર

મહેન્દ્ર સિંહ ધોનીએ IPLમાં એક સિઝન માટે પૂણે સુપરજાયન્ટ્સ ટીમની કેપ્ટનશિપ પણ કરી છે, જ્યારે ચેન્નાઈની ટીમ પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. IPLમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાના મામલે ધોની બીજા ક્રમે છે. ધોનીએ 213 મેચમાં 40.19ની એવરેજથી 4582 રન બનાવ્યા છે. જેમાં 22 અડધી સદીની ઇનિંગ્સનો સમાવેશ થાય છે. આ મામલામાં RCB ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી છે, જેમના નામે કેપ્ટન તરીકે 4881 રન છે.

Back to top button