ધોની અને હાર્દિકે ‘ગંદી બાત’ પર કર્યો જબરદસ્ત ડાન્સ


ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં ધોની ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે બોલિવૂડ સુપરસ્ટાર શાહિદ કપૂરની ફિલ્મ ‘આર રાજકુમાર’ના ફેમસ ગીત ‘ગંદી બાત’ પર ડાન્સ કરતો જોવા મળે છે. કેપ્ટન કૂલની આ સ્ટાઈલ તમે પહેલા ક્યારેય નહીં જોઈ હોય. બીજા વીડિયોમાં ધોની સાથે પ્રખ્યાત રેપર બાદશાહ પણ જોવા મળી રહ્યો છે.
Dhoni and pandya dance ❤️❤️???????? @msdhoni @hardikpandya7 @Its_Badshah #Dhoni #HardikPandya #Cricket #cricketnation #Reels #Instagram pic.twitter.com/2dMxslXYZw
— Monu Goad (@m_monu_goad8696) November 28, 2022
મહેન્દ્ર સિંહ ધોનીએ તાજેતરમાં જ દુબઈમાં પંડ્યા બ્રધર્સ એટલે કે હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા સાથે એક પાર્ટીમાં હાજરી આપી હતી. માહીએ આ પાર્ટીમાં ખૂબ એન્જોય કર્યું હતું. આવી સ્થિતિમાં આ પાર્ટીના ધોનીના ડાન્સિંગ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહેન્દ્ર સિંહ ધોની બોલિવૂડના સોન્ગ ‘ગંદી બાત’ પર પોતાની ડાન્સિંગ ટેલેન્ટ બતાવી રહ્યો છે. ધોનીની સાથે ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ જબરદસ્ત ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. માહીની આ ડાન્સિંગ સ્ટાઈલ સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.
Ms Dhoni and hardik enjoying party in dubai.what a dance hardik ???????????? pic.twitter.com/h7WzPaMVh9
— Chetan Choudhary ???????????????????????? (@ChetanC75495924) November 28, 2022
ધોનીએ બાદશાહ સાથે ધમાલ મચાવી
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અન્ય એક વીડિયોમાં તમે મહેન્દ્ર સિંહ ધોનીને બોલીવુડ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત રેપર અને ગાયક બાદશાહ સાથે ‘લડકી પાગલ’ ગીત પર ફુલ-ઓન એન્જોય કરતા જોઈ શકો છો. આ સિવાય માહી, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા અને ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશન ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ના ફેમસ પાર્ટી સોંગ દિલ્લી વાલી ગર્લફ્રેન્ડ પર અદભૂત ડાન્સ કરતા જોવા મળ્યા.