પોલીસ અધિકારીઓ દિલથી પોતાનું કર્તવ્ય અને પોતાની ફરજ બજાવતા હોય છે. આ અધિકારીઓ માત્ર પગાર માટે જ નહીં પરંતુ સેવા માટે પણ આગળ હોય છે. પરંતુ ખાસ વાત એ છે કે જ્યારે પણ આવા અધિકારીઓની પ્રશંસા કરવામાં આવે કે પ્રોત્સાહન કરવામાં આવે ત્યારે તે ખુશી તેમના પગાર કરતા બમણી હોય છે. હાલની જ જો વાત કરવામાં આવે તો 10 જુન 2022ના રોજ પીએમ નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતમાં પ્રવાસે હતા અને નવસારી જિલ્લામાં 2 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચીખલીના ખુડવેલ ગામમાં ગુજરાત ગૌરવ અભિયાન તેમજ નવસારી શહેર નજીક એ.એમ.નાયક હેલ્થકેર કોમ્પ્લેક્ષનું ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને દક્ષિણ ગુજરાતના એડિશનલ ડીજીપી શ્રી રાજકુમાર પાંડીયનના નેતૃત્વમાં નવસારી જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ પીએમ નરેન્દ્ર મોદીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં કોઈ જ અનિશ્ચનિતય ઘટના બની ન હતી કે ન કોઈ સમસ્યા ઉભી થઈ હતી. જેની નોંધ પીએમ મોદીની સુરક્ષા કરતા સ્પેશિયલ પ્રોટેક્શન ગૃપના અધિકારીઓએ લીધી હતી.
ગુજરાતના અંદાજીત 5000થી વધારે પોલીસ જવાનો અને અધિકારીઓએ પીએમ મોદીના કાર્યક્રમમાં ફરજ બજાવીને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી હતી. જેના પગલે જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાયને એસપીજીના ડિરેક્ટર અરૂણકુમાર સિંહ દ્વારા પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યો હતો. દક્ષિણ ગુજરાતના એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડીયન દ્વારા પીએમઓ ઓફિસેથી સુચના મળતા આ સુચનાના પગલે સંપૂર્ણ જવાબદારી નવસારી જિલ્લાના પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાયને સોંપવામાં આવી હતી અને ઋષિકેશ ઉપાધ્યાયે તેની આ જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવી હતી. જેના પગલે તેમની નોંધ પીએમઓ ઓફિસ તેમજ એસપીજીના ડિરેક્ટર દ્વારા નોંધ લેવાય તેવી ઘટના દક્ષિણ ગુજરાત બની છે.
ઋષિકેશ ઉપાધ્યાય પોતાની ફરજ સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવે છે. ઋષિકેશ ઉપાધ્યાય તમામ ગુનાઓ, સુરક્ષા કે અન્ય કોઈપણ જગ્યાએ પોતાની જવાબદારી નૈતિક ફરજના રૂપે નિભાવે છે. જેના પગલે હવે તેની છાપ નિખાલસ અધિકારીના રૂપમાં ઉભરી આવી છે. જેના પગલે હવે તેને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યો છે. જેના પગલે હવે તેને ચારે તરફથી અભિનંદન આપવામાં આવી રહ્યા છે. આ ક્ષણ તેના માટે ખુબ જ આનંદ દાયક છે.