મનોરંજન

‘મિસ્ટર નટવરલાલ’ના ડિરેક્ટર રાકેશ કુમારનું કેન્સરથી નિધન : આવતીકાલે યોજાશે પ્રાર્થના સભા

Text To Speech

મનોરંજન જગતમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બોલિવુડનાં દિગ્ગજ ફિલ્મ લેખક, નિર્દેશક અને નિર્માતા રાકેશ કુમાર હવે આ દુનિયામાં નથી રહ્યાં. નિર્દેશક રાકેશ કુમારનું 81 વર્ષની વયે ગંભીર બીમારીના કારણે અવસાન થયું છે. રાકેશ કુમારનાં અવસાનનાં સમાચાર સામે આવતા જ ફિલ્મી દુનિયામાં ફરી એકવાર શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

આ પણ વાંચો : નોરા અને ટેરેન્સનાં જબરદસ્ત ડાન્સ પર માધુરી દીક્ષિતે વાગાડી સીટી : વિડિયો થયો વાયરલ

કેન્સરથી પીડાતા હતા રાકેશ કુમાર

મળતી માહિતી મુજબ, રાકેશ કુમાર લાંબા સમયથી કેન્સર જેવી ખતરનાક બિમારી સામે લડી રહ્યા હતા અને અંતે કેન્સર સામે તેઓ જીવન સાથેની લડાઈ હારી ગયા. ડિરેક્ટરના મૃત્યુના સમાચારથી પરિવારમાં શોક છવાઈ ગયો છે. અહેવાલો અનુસાર, રવિવાર એટલે કે 13 નવેમ્બરે નિર્માતા-નિર્દેશકની યાદમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવશે. આ પ્રાર્થના સભા બપોરે 4 થી 5 દરમિયાન સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ, ગાર્ડન નંબર 5, લોખંડવાલા, અંધેરી વેસ્ટ, મુંબઈ ખાતે યોજાશે.

આ ફિલ્મોથી બનેલી ઓળખ

રાકેશ કુમાર તેમની ફિલ્મો ખૂન પસીના, દો ઔર દો પાંચ, મિસ્ટર નટવરલાલ, યારાના, જોની આઈ લવ યુ, દિલ તુઝકો દિયા, કૌન જીતા કૌન હારા, કમાન્ડર અને સૂર્યવંશી (1992) માટે જાણીતા છે. આ બધા સિવાય તેણે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જેમાં દિલ બેચરા પ્યાર કા મારા, દેશ વિદેશ અને દિલ પે મત લે યાર જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

Back to top button