‘મિસ્ટર બચ્ચન’નો ફર્સ્ટ લૂક રિલીઝ, બિગ બીના લૂકમાં રવિ તેજા વિશે શું કહે છે લોકો?
- ‘મિસ્ટર બચ્ચન’નું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું
- આ ફિલ્મ અમિતાભ બચ્ચનથી ઈન્સપાયર્ડ છે
- રવિ તેજાનો લુક સોશિયલ મીડિયા પર વાઇરલ થયો
મુંબઈ, 17 ડિસેમ્બરઃ હરીશ શંકર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘મિસ્ટર બચ્ચન’નું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં રવિ તેજાનો સ્ટનિંગ લૂક જોવા મળી રહ્યો છે. બ્લેક ટી-શર્ટ, બ્રાઉન જેકેટ અને બ્લેક શેડ્સ પહેરીને બાઇક પર બેઠેલા રવિ તેજા બિલકુલ અમિતાભ બચ્ચન જેવો દેખાય છે. માત્ર તેનો લૂક જ નહીં પરંતુ તેની લાંબી મૂછ અને હેરકટ પણ 70 અને 80ના દાયકાના અમિતાભ બચ્ચન સાથે બરાબર મેળ ખાય છે. રવિ તેજાનો આ લૂક આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર પોપ્યુલર થઈ ગયો છે.
View this post on Instagram
આ ફિલ્મ અમિતાભ બચ્ચનથી ઈન્સપાયર્ડ છે
રવિ તેજાની આ ફિલ્મના નામ અને પોસ્ટર પરથી સાફ દેખાય છે કે આ ફિલ્મ અમિતાભ બચ્ચનથી ઈન્સપાયર્ડ છે. રવિ તેજા અમિતાભ બચ્ચનના સૌથી મોટો ચાહકમાંથી એક છે. આવામાં, જ્યારે તેમની નવી ફિલ્મ તેમના આઈડલના નામ અને લૂક સાથે આવી રહી છે ત્યારે અભિનેતાએ તેના પર ખુશી વ્યક્ત કરી છે. પોતાનો લુક શેર કરતી વખતે, રવિ તેજાએ કેપ્શનમાં લખ્યું છે – ‘નામ તો સુના હી હોગા’. તેમણે એમ પણ લખ્યું કે, મારા ફેવરિટ અમિતાભ બચ્ચન સરના નામનું પાત્ર ભજવવું મારા માટે સન્માનની વાત છે.’
રવિ તેજાનું વર્ક ફ્રન્ટ કેવું છે?
ફિલ્મ ‘મિસ્ટર બચ્ચન’ને હરીશ શંકરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ પહેલા પણ રવિ તેજાએ હરીશ શંકર સાથે બે ફિલ્મ ‘શોક’ અને ‘મીરાપાકે’ કરી હતી. આ ફિલ્મમાં રવિ તેજા અને એક્ટ્રેસ ભાગ્યશ્રી બોરસે મુખ્ય રોલ અદા કરશે. આ એક તેલુગુ ફિલ્મ છે જેની સાથે ભાગ્યશ્રી બોરસે તેલુગુમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મ આવતા વર્ષે થિયેટરમાં રિલીઝ થશે. રવિ તેજાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે અગાઉ તેલુગુ ફિલ્મ ટાઈગર નાગેશ્વર રાવમાં જોવા મળ્યો હતો. હવે તે કાર્તિક ગટ્ટામનેની દ્વારા નિર્દેશિત ફિલ્મ ઈગલમાં જોવા મળશે. ઈગલ 13 જાન્યુઆરી, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આ પણ વાંચો: પ્રભાસની ફિલ્મ ‘સાલાર પાર્ટ 1: સીઝફાયર’નું પહેલું ગીત ‘રિલીઝ