ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

એમપીના સૌથી ધનાઢ્ય ઉમેદવારે ચૂંટણી પંચ સમક્ષ જાહેર કરી પોતાની સંપત્તિ, હાલમાં છે કેન્દ્રીય મંત્રી

  • એમપીના ગુનાલોકસભાથી લડશે કેન્દ્રીયમંત્રી સિંધિયા
  • મધ્યપ્રદેશના સૌથી ધનાઢ્ય ઉમેદવાર છે સિંધિયા
  • માથે દેવું પણ છે તે પણ જાહરે કર્યું એફિડેવિટમાં

મધ્યપ્રદેશ, 17 એપ્રિલ:  લોકસભા 2024ની ચૂંટણી લડી રહેલા ગ્વાલિયારના રાજવી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપ તરફથી ગુનાલોકસભાથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. દુર્ગા અષ્ટમીના શુભ અવસરે પોતાની ઉમેદવારી ફોર્મની સાથે એક એફિડેવિટ પણ ચૂંટણી પંચ સમક્ષ રજું કર્યું હતું. જેમાં સિંધિયાએ પોતાની પાસે રહેલી સંપત્તિની વિગતો જાહેર કરી હતી. સંપત્તિની સાથે પોતાની માથે કેટલું દેવું છે તે પણ જણાવ્યું છે. ગ્વાલિયરાના રાજવી ઘરાનામાંથી આવનારા જ્યોતિરાદિત્યા સિંધિયાએ પોતાની સંપત્તિનો કુલ આંકડો 424 કરોડની આસપાસ થવા જાય છે. જેના પરથી એમ સીધું કહી શકાય કે જ્યોતિરાદિત્યા સિંધિયા મધ્યપ્રદેશના સૌથી ધનાઢ્ય ઉમેદવાર છે.

એફિડેવીટમાં જણાવી કુલ સંપત્તિ

 હાલમાં કેન્દ્ર સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે નિયુક્ત એવા જ્યોતિરાદિત્ય સિંધિયાના પરિવાર પાસે કુલ જંગમ મિલકત 61 કરોડ રુપિયા અન સ્થાવર મિલકત 326 કરોડ રુપિયા જેટલી છે. એમપીના ગુના લોકસભા સીટ પર સિંધિયાએ ઉમેદવારી નોંધાવીને પોતે જાહેર કરેલી સંપત્તિ પ્રમાણએ તેમની પાસે હાલમાંં અબજોની સંપત્તિ સાથે બેેંકનું દેવું પણ રહેલું છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના પત્ની પ્રિયદર્શનીર રાજેના માથે પણ બેંકનું દેવું છે.

સિંધિયાની સંપત્તિ

સિંધિયા પાસે રોકડ રકમ 25,000 રુપિયા છે. આ સિવાય 4 કરોડ 64 લાખ 50 હજાર  જણાવી છે. એફિડેવિટમાં જાહેર કરેલી વિગત પ્રમાણે તેમની પાસે પોતાની કોઈ કાર , જમીન કે ખેતી માટે કે અન્ય પ્રકારની જમીન મિલકત ધરાવતા નથી. તેઓ પાસે વારસામાં મળેલી એક બીએમડબલ્યુ કાર છે. 1960ના વર્ષની આ કારનો મોડલનો નંબર  MP 07 W 2255 છે. આ સિવાય સિંધિયા પાસે વારસા મળેલી પૈતૃક મિલકત છે.જેમાં તેમના આવાસસ્થાનનો પણ સમાવેશ થાય છે. જ્યોતિરાદિત્ય શિંધિયાની પાસે 35 કરોડ 53 લાખ રુપિયાની સ્થાવર સંપત્તિ છે.

 સિંધિયા પરિવાર પાસેની સંપત્તિ

ગ્વાલિયારના રાજવી ઘરાનાના સિંઘિયા પરિવાર પાસે છે અબજોની સંપત્તિ. સિંધિયાના પત્ની પ્રિયદર્શની રાજે પાસે 20,000 રોકડ રકમ છે. જ્યારે પુત્રી અનન્યા રાજેની પાસે માત્ર 5000 રુપિયા રોકડ રકમ છે. જંગમ મિલકતમાં  સિંધિયાના પત્નીના નામે 14 લાખ 18 હજારની રકમ છે.  પુત્રી અનન્યા નામે 1 કરોડ 49 લાખ 37 હજારની રોકડ રકમ છે. જ્યારે અવિભાજીત હિંદુ પરિવારના નામે  લગભગ 56 કરોડ 29 લાખ 57 હજાર છે. જ્યારે સ્થાવર મિલકતમાં સિંધિયા પરિવાર પાસે 326 કરોડની પૈતૃક સંપત્તિ છે.

દેવું પણ જાહેર કર્યુ છે

આ સિવાય જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના માથે રહેલું દેવું પણ જાહેર કર્યું છે જેનો આંકડો 47,50,000 છે જે બેંકલોનનો છે. આ સિવાય તેમની પત્ની પર 74,000નું કરજ છે જ્યારે દિકરી પર કોઈ પણ પ્રકારનું ઋણ નથી.

ઈન્વેસ્ટમેન્ટ

બેંક ડિપોઝિટની વાત કરીએ તો સિંધિયા પાસે 2.55 લાખ, તેમની પત્ની પાસે 12.63 લાખ અને અનન્યા પાસે 85.41 લાખ રુપિયા છે. જ્યારે અવિભાજીત હિંદુ પરિવારના બેંક ખાતામાં 20.96 કરોડ રુપિયા જમા છે. રોકાણની વાત કરીએ તો સિંધિયાએ તેમની પત્ની સહિત લિસ્ટેડની સાથે-સાથે અનલિસ્ટેડ બોન્ડ, ડિબેન્ચર અને શેરમાં રોકાણ કર્યું છે. સિંધિયાએ લિસ્ટેડ કંપનિઓમાં 1.62 કરોડ, અનલિસ્ટેડ કંપનીઓમાં 29.73 લાખ રુપિયાનું રોકાણ કર્યું છે. આ જ રીતે પત્નીએ 8,030 રુપિયા લિસ્ટેડમાં અને 1.26 લાખ રુપિયા અનલિસ્ટેડ કંપનિઓમાં રોકાણ કર્યું છે. દીકરી અનન્યા અને અવિભાજીત હિંદુ પરિવારે લગભગ 63.90 લાખ અને 12.67 કરોડ રુપિયાનું રોકાણ કર્યું છે.

 આમ, ગુના સીટ પર ઉમેદવારી ફોર્મની સાથે જાહેર કરેલા એફિડેવિટમાં આપેલ વિગત પ્રમાણે, સિંધિયા પરિવાર પાસે કુલ સ્થાયી સંપત્તિ 61 કરોડથી વધારે છે. જ્યારે 326 કરોડની અસ્થાયી સંપત્તિ છે. જ્યારે કેન્દ્રીય મંત્રી અને પત્ની પર 47 લાખથી વધારે દેવું છે.

આ પણ વાંચો: રોબર્ટ વાડ્રાએ પોતાનો વિચાર બદલ્યો! અમેઠી બેઠક પરથી નહીં અહીંથી લડી શકે છે ચૂંટણી

Back to top button