સાબરકાંઠા: ચાંદીપુરા વાયરસને લઈને સાંસદ શોભનાબેન બારૈયા ટીમ સાથે હિંમતનગર સિવિલ હોસ્પિટલની મુલાકાતે
સાબરકાંઠા 18 જુલાઈ 2024 : સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર સિવિલ હોસ્પિટલ સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના સાંસદ મુલાકાતે પહોચ્યા હતા. સિવિલના વિવિધ વિભાગની મુલાકાત લીધી હતી અને દર્દી અને તેમના સગા સંબધીઓ સાથે સંવાદ કર્યો હતો. સિવિલ સત્તાવાળાઓને મીઠી ટકોર પણ કરી હતી.
દાખલ દર્દીઓ વિષે થઇ રહેલી કામગીરીથી વાકેફ થયા
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસને લઈને સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયા ટીમ સાથે પહોચ્યા હતા. જ્યાં સિવિલના તબીબો સાથે સંવાદ કરીને ચાંદીપુર વાઈરસને લઈને થયેલી કામગીરી અંગે વાકેફ થયા હતા. ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ વિભાગોની મુલાકાતે પહોચ્યા હતા. સાંસદ શોભનાબેન બારૈયા સાથે સિવિલ આસી આરએમઓ ડૉ. વિપુલ જાની અને તબીબો PICU ની મુલાકાત લીધી હતી. દાખલ દર્દીઓ વિષે થઇ રહેલી કામગીરીથી વાકેફ થયા હતા.
ચાંદીપુરા વાયરસને લઈને સ્ટેટસ જાણ્યું
સાંસદ શોભનાબેન બારૈયાએ ખાસ કરીને લેબર વિભાગ, ઈમરજન્સી વિભાગ, સીટી સ્કેન વિભાગ, એમઆરઆઈ વિભાગમાં મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન દર્દીઓ અને દર્દીઓના સગા સંબધીઓની પૂછ પરછ કરી ખબર અંતર પૂછ્યા હતા. ચાંદીપુરા વાયરસને લઈને હિંમતનગર સિવિલમાં કેટલા કેસો આવ્યા હાલમાં સ્ટેટસ શું તે તમામ જાણકારી મેળવી હતી. ચાંદીપુરા વાયરસના વધુ કેસો આવે તેના માટેની કરેલી વ્યવસ્થા સ્થળની મુલાકાત લીધી હતી.