કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

જામનગરમાં MP પૂનમબેન અને MLA રીવાબા પુરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા, 50 લોકોનું રેસ્ક્યૂ

Text To Speech

જામનગર, 28 ઓગસ્ટ 2024, ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સાંબેલાધાર વરસાદ વરસતા લોકો હવે મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. જામનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જામનગકરના વોર્ડ નંબર 2માં આવેલા પુનિતનગર વિસ્તારમાં પાણી ફરી વળતા 50 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. રેસ્ક્યૂ ટીમ સાથે ધારાસભ્ય રિવાબા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સાંસદ પૂનમબેન માડમ અને શહેરના મેયર વિનોદ ખીમસુરીયાએ રેસ્ક્યૂ ટીમ સાથે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

જામનગરમાં જળબંબાકાર જેવી સ્થિતિ
જામનગરના ગ્રામ્ય વિસ્તાર લાલપુર અને જામજોધપુરમાં પણ ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા પાણી ભરવાની સમસ્યા સર્જાઈ છે. ઘરની બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે. ભીમવાસ વિસ્તારમાં પાણી ભરાયા છે તો રોડ પર કમર સુધી પાણી ભરાયા છે. લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રણજીતસાગર ડેમ પણ ઓવરફ્લો થયો
લોકોના જનજીવન પર અસર પડી રહી છે. જામનગર શહેરના પૂનિતનગરમાં પણ કેડ સમા પાણી ભરાયા છે.છેલ્લા બે દિવસથી જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પાણી ભરાતા જન જીવન ઠપ થયું છે. લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્રારા પંપ મૂકીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. જામનગર મહાનગર પાલિકા દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ અને પાણી પહોંચાડવામાં આવ્યું છે. બીજી તરફ જામનગરને પાણી પુરૂ પાડતો રણજીતસાગર ડેમ પણ ઓવરફ્લો થયો છે.

આ પણ વાંચોઃજામનગરમાં છેલ્લા 24 કલાકમાં 15 ઈંચ વરસાદ આવતા જળબંબાકારની સ્થિતિ

Back to top button