MPના કેબિનેટ પ્રધાનને જાનથી મારવાની ધમકી આપનારો ઝડપાયો


ભોપાલ, તા. 15 માર્ચ, 2025ઃ મધ્ય પ્રદેશ સરકારના કેબિનેટ પ્રધાન વિજય શાહને જાનથી મારવાની ધમકી આપનારો આરોપી ઝડપાયો હતો. ખંડવા પોલીસે ફેસબુક પર પોસ્ટ કરીને જાનથી મારવાની આપનારો આરોપી મુકેશ દરબાર રાજસ્થાનથી સરહદથી ઝડપાયો હતો.પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
વિજય શાહ વિરુદ્ધ ફેસબુક પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, હરસુદના ધારાસભ્ય 176, તમારું મૃત્યુ નિશ્ચિત છે. ત્રણ દિવસમાં તમારી હત્યા કરવામાં આવશે. જો તમે કરી શકો તો તમારી જાતને બચાવો. આ પોસ્ટ ફેસબુક પર વાયરલ થયા બાદ સમગ્ર વિસ્તારમાં હંગામો મચી ગયો હતો.
આ ઘટના અંગે ખંડવાના એસપી મનોજ કુમાર રાયે જણાવ્યું હતું કે હરસુદ વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન વિજય શાહ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અપશબ્દો પોસ્ટ કરવામાં આવ્યા હતા. ફરિયાદના આધારે હરસુદ પોલીસ સ્ટેશને આરોપી મુકેશ દરબાર વિરુદ્ધ દુર્વ્યવહાર અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગુનો નોંધ્યો છે. આરોપી મુકેશની મધ્યપ્રદેશને અડીને આવેલી રાજસ્થાન સરહદ પરથી ધરપકડ કરવામાં આવી છે. પ્રધાન વિજય શાહની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
મુકેશ દરબાર પહેલાથી જ પ્રધાન શાહ પર ટિપ્પણી કરી ચૂક્યા છે. આ અંગે વિજય શાહે કહ્યું, મુકેશ દરબારે મારી પત્નીને ધમકી આપી છે કે તે તેને વિધવા બનાવી દેશે. જો કોઈ નેતા બીજા નેતા માટે આવા શબ્દો વાપરે, તો શું આ મહિલાઓ તેને છોડી દેશે? પરંતુ હું નથી ઇચ્છતો કે આ મહિલાઓ કાયદો હાથમાં લે. આ બધી મહિલાઓ મુકેશ દરબારના ઘરે જઈને તેના માતાપિતાને મળવા માંગતી હતી. કલ્પના કરો કે જો તેઓ ત્યાં જશે તો શું થશે. હું કાયદાથી બંધાયેલો છું, હું પ્રધાન છું અને તેથી હું આ બધું સહન કરું છું. પરંતુ મારા મતવિસ્તારના લોકો આવી બાબતો સહન કરશે નહીં. મને તંત્ર પર વિશ્વાસ છે કે તેઓ મુકેશ દરબાર સામે યોગ્ય કાર્યવાહી કરશે.
આ પણ વાંચોઃ સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી માટે સરકારે શું રાખી મોટી શરત?