ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

ડેડીયાપાડાના અંતરિયાળ ગામોમાં સડેલું અનાજ અપાતું હોવાની ફરિયાદ, સાંસદ મનસુખ વસાવા લાલ ઘુમ

Text To Speech

નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા દેડીયાપાડા અને સાગબારા વિસ્તારમા રેશનકાર્ડ ધારકોને સડેલું અને નિયમ કરતા ઓછું અનાજ અપાતું હોવાની બુમો ઊઠી રહી છે.જો કે ગ્રામજનો આ બાબતે અનેક વાર નર્મદા જિલ્લા વહીવટીતંત્રને ફરિયાદ કરે છે તે છતાં તપાસના નામે માત્ર નાટક કરતા હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.

dediyapada1-hdnews

હાલમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કનબુડી ગામમાં રેશનકાર્ડ ધારકોને સડેલા ઘઉં અપાય હોવાની ફરીયાદને લઈને ગ્રામજનોએ સાંસદ મનસુખ વસાવાને રૂબરૂ મળી રજુઆત કરી હતી.એ ફરિયાદને પગલે મનસુખ વસાવા પણ રોષે ભરાયા હતા અને તાત્કાલિક જિલ્લાના નાયબ કલેકટરને ફોન કરી આ બાબતે તાત્કાલિક તપાસ કરવા માટેની સૂચના આપી હતી.

ડેડીયાપાડાના મીડિયાસાગ ગામના કિશોર વસાવા સહિતના ગ્રામજનોએ મનસુખ વસાવાને જણાવ્યું હતું કે કનબુડીમાં અલ્તાફ ખત્રી ખરાબ અને સડેલા ઘઉં આપે છે. ત્યા બધા કટ્ટામાં સડેલો માલ હતો, અમે રજુઆત કરવા જઈએ તો અમને ધમકીઓ આપે છે.ગ્રામજનોનું કેહવુ છે કે અમે આ બાબતે અનેક વાર પુરવઠા ખાતામાં પણ રજુવાત કરી પરંતુ જેનું કોઈ નિરાકરણ આવતું નથી.

dediyapada-2hdnews

ગ્રામજનોના કહેવા મુજબ સરકાર તો સારું અનાજ આપે છે તો આ અનાજ ગામમાં આવતા કેવી રીતે સડી જાય છે. જો યોગ્ય તપાસ કરવામાં આવે તો અનાજ સગેવગે કરવાનું મોટુ કૌભાંડ ઝડપાઈ શકવાની સંભાવનાઓ છે.

તો આ બાબતે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે કનબુડીમાં અલ્તાફ ખત્રી ખરાબ અને સડેલું અનાજ આપે છે એવી મને ફરિયાદ મળી છે, મે નાયબ કલેકટરને ફોન કરી તપાસ કર્યાં બાદ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે.આ અલ્તાફ ખત્રી એલફેલ ભાષામાં વાત કરે છે લોકોને ધમકાવે છે માથાભારે છે.આ સિવાય ડુંમખલ ગામમા પણ આવો જ પ્રશ્ન છે.આવનાર દિવસોમાં આ બધું બંધ થઈ જશે એની હું ખાતરી આપુ છું.

આ પણ વાંચો: બનાસકાંઠા: ડીસામાં હોટલો, નાસ્તા ગૃહો, પાર્લરોમાં 200 થી વધુ સ્થળોએ તપાસ

 

Back to top button