સાંસદ ડૉ. હેમાંગ જોષીની ગતિશક્તિ યુનિવર્સિટીની ગવર્નિંગ કાઉન્સિલના સભ્યપદે વરણી
- રેલ મંત્રીના અધ્યક્ષપદે ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયની ગવર્નિંગ કાઉન્સિલના 31 સભ્યોની વરણી કરવામાં આવી
વડોદરા, 13 ઓગસ્ટ: ભારત સરકારના રેલ મંત્રાલયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયની ગવર્નિંગ કાઉન્સિલના 31 સભ્યોની વરણી કરી છે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના ચાન્સેલરપદે રચાયેલી આ ગવર્નિંગ કાઉન્સિલમાં દેશના નામના પ્રાપ્ત 31 બુદ્ધિજીવી અગ્રણી સભ્યોમાં શહેરના યુવા સાંસદ ડો. હેમાંગ જોષીની પણ પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે ગવર્નિંગ કાઉન્સિલના સભ્યપદે વરણી કરવામાં આવી છે. શહેર માટે આ બાબત એક વિશેષ સિદ્ધિરૂપ છે. સેન્ટ્રલ યુનિવર્સિટીસ એક્ટ, 2009ના સેક્શન 44 (c) હેઠળ આ ગવર્નિંગ કાઉન્સિલની રચના કરવામાં આવી હોવાની જાહેરાત ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના રજીસ્ટ્રાર ટી.વી. અનંથાસુબ્રમણીયને કરી છે.
દેશના ટોચના ઉદ્યોગ ગૃહોના મુખ્ય સંચાલકો, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના મુખ્ય સચિવ ઉપરાંત દેશના નામી શિક્ષણવીદોની સાથે શહેરના યુવા સાંસદ ડો. હેમાંગ જોષી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરાના આ ડ્રીમ પ્રોજેક્ટ ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના સૂત્ર સંચાલનમાં માર્ગદર્શક સ્વરૂપે સીધી રીતે જોડાશે.
અશ્વિની વૈષ્ણવની ચેરપર્સન તરીકે વરણી કરવામાં આવી
ગવર્નિંગ કાઉન્સિલમાં કેન્દ્ર સરકારના 11 સભ્યોમાં કેન્દ્રીય રેલ મંત્રી અને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના ચાન્સેલર અશ્વિની વૈષ્ણવની ચેરપર્સન તરીકે વરણી કરવામાં આવી છે. અન્ય 10 સભ્યોમાં ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના વાઇસ ચાન્સેલર પ્રોફેસર મનોજ ચૌધરી, રેલવે બોર્ડના ચેરપર્સન જયા વર્મા સિંહા, મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ સેક્રેટરી અનુરાગ જૈન, પોર્ટ એન્ડ શીપીંગ વિભાગના સેક્રેટરી કે. રામચંદ્રન, નાગરિક ઉડ્ડયન વિભાગના સેક્રેટરી વુમલુન્મંગ વુઅ્લ્નમ, ડિપાર્ટમેન્ટ ફોર ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડના સેક્રેટરી રાજેશકુમાર સિંઘ, ઉચ્ચ શિક્ષણ વિભાગના સેક્રેટરી કે. સંજય મૂર્થિ, વિદેશ સચિવ વિક્રમ મિસરી, આર્મી સ્ટાફના વાઇસ ચીફ લેફ્ટનન્ટ જનરલ એન.એસ. રાજા સુબ્રમની તેમજ ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી રાજ કુમારનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ઉદ્યોગ અને વેપાર, ટ્રાન્સપોર્ટેશન, માલ પરિવહન, નાણા અને સ્ટાર્ટ અપ જેવા ક્ષેત્રોના દેશના આઠ અગ્રણીઓની પણ ગવર્નિંગ કાઉન્સિલના સભ્યપદે વરણી કરવામાં આવી છે. જેમાં તાતા (TATA) ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરન, L & T ગ્રુપના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર એસ.એન. સુબ્રમન્યન, સિમેન્સ ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુનીલ માથુર, આલ્સ્ટોમ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર ઓલીવીયર લોઈસન, એરબસ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ રેમી મેઈલાર્ડ, AMD ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર જયાબેન જગદીશ, બાયસેગ-Nના ડાયરેક્ટર જનરલ ટી.પી. સિંગ તેમજ દિનદયાલ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલકુમાર સિંગનો સમાવેશ થાય છે.
સાથે સાથે શહેરના બે પ્રતિષ્ઠિત અગ્રણી વ્યક્તિઓમાં સાંસદ ડો. હેમાંગ જોષી તથા MS યુનિવર્સિટીના ચાન્સેલર શુભાંગીનીરાજે ગાયકવાડની પણ વરણી કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના અગ્રણી વ્યક્તિઓમાં UGCના ચેરમેન પ્રોફેસર એમ. જગદીશ કુમાર તથા એઆઈસીટીઇ-AICTEના ચેરમેન પ્રોફેસર ટી.જી.સીથારામ, IIT ગાંધીનગરના ડાયરેક્ટર પ્રોફેસર રજત મોનાનો પણ આ ગવર્નિંગ કાઉન્સિલમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગવર્નિંગ કાઉન્સિલમાં ગતિશક્તિ વિશ્વ વિદ્યાલયના સાત પ્રતિનિધિઓમાં એકેડેમિક ડીન પ્રોફેસર જીતેશ ઠક્કર, પ્રોફેસર આર. એડવીન રાજ, પ્રોફેસર પ્રદીપકુમાર ગર્ગ, ટીચર્સ રીપ્રેઝન્ટેટિવ ડો. વી. ચિંતાલા, સ્ટુડન્ટ્સ રિપ્રેઝન્ટેટિવ સંજનાબેન બહેરા, ચીફ ફાઇનાન્સ અને એકાઉન્ટ ઓફિસર તથા રજીસ્ટર ટી.વી. અનંથા સુબ્રમણીયનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ જૂઓ: ગુજરાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સરકારી કર્મચારી માટે વધુ એક હિતલક્ષી નિર્ણય