ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

MP: કોંગ્રેસ અને સપા વચ્ચે ટિકિટ વહેંચણીને લઈને થયો વિવાદ

  • મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. MPમાં 17મી નવેમ્બરે મતદાન થશે, જ્યારે મતગણતરી 3જી ડિસેમ્બરે.

MP Assembly Election: મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (SP) વચ્ચે લોકસભા ચૂંટણીને લઈને ગઠબંધન નક્કી થયું હતુ. પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓ ગઠબંધનની શરુઆત કરી શક્યા નથી, કારણ કે કોંગ્રેસે મધ્યપ્રદેશ સહિત ત્રણ રાજ્યો માટે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં મધ્યપ્રદેશની જે સાત બેઠકો પર સમાજવાદી પાર્ટીએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે, તેમાંથી ચાર પર કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. ત્યારે સપાએ વધુ નવ ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે.

સપા કોંગ્રેસથી નારાજ !

જે ચાર બેઠકો પર કોંગ્રેસ અને સપા બંનેએ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તે ચિત્રાંગી, મેહગાંવ, ભંડેર અને રાજનગર છે. ગઈ વખતે ચિત્રાંગી સિવાયની ત્રણેય બેઠકો પર કોંગ્રેસની જીત થઈ હતી. ભોપાલ અને લખનૌમાં સપા કોંગ્રેસના નેતૃત્વ પણ નારાજ છે કે કોંગ્રેસે છતરપુર જિલ્લાના બિજાવરમાંથી પણ ઉમેદવાર ઉતાર્યો છે, જ્યારે 2018ની ચૂંટણીમાં સપા અહીંથી જીતી હતી. જોકે, સપાએ હજુ સુધી આ બેઠક પરથી પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી.

શું કહ્યું MPના SP નેતાઓએ?

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ મધ્યપ્રદેશના સપા પ્રમુખ રામાયણ સિંહ પટેલે કહ્યું કે કોંગ્રેસ સાથે ગઠબંધનની તમામ શક્યતાઓ સમાપ્ત થઈ ગઈ છે. અમે કોંગ્રેસ નેતૃત્વ સાથે થોડી વાતચીત કરી હતી, પરંતુ તે ગઠબંધન હવે સમાપ્ત થઈ ગયું છે. અમે પણ હવે સીટો પર ચૂંટણી લડીશું અને આવતા વર્ષે પણ ચૂંટણીમાં સારું પ્રદર્શન કરીશું. અખિલેશ યાદવના નજીકના ગણાતા એક વરિષ્ઠ નેતાએ પણ કોંગ્રેસ વિશે કંઈક આવું જ કહ્યું છે અને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

અખિલેશના નજીકના સપાના એક નેતાએ મોટો આરોપ લગાવ્યો અને કહ્યું કે કોંગ્રેસ ભાજપને હરાવવા નથી ઈચ્છતું. તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસના નેતૃત્વ સાથે વાતચીત કરી છે, પરંતુ તેઓને ભાજપને હરાવવા માટે ગઠબંધન કરવામાં રસ નથી. એવું લાગે છે કે તેમનો હેતુ ભાજપને હરાવવાનો નથી પરંતુ સપાને હરાવવાનો છે.

તેમણે કહ્યું કે કોંગ્રેસ સાથે અમારું ગઠબંધન લોકસભા ચૂંટણી માટે હશે, પરંતુ મધ્યપ્રદેશમાં અમે એકલા હાથે ચૂંટણી લડીશું. કોંગ્રેસ નેતૃત્વ સાથે વાતચીત થઈ અને અમે તેમને કહ્યું કે અમને 10 સીટો જોઈએ છે. પરંતુ તેઓએ ઓછી બેઠકો ઓફર કરી. પછી તેઓએ અમને જાણ કર્યા વિના તેમણે ઉમેદવારોની જાહેરાત કરી દીધી. ગઠબંધન આ રીતે કામ કરતું નથી.

સપા કેટલી સીટો પર ચૂંટણી લડશે?

સમાજવાદી પાર્ટીના નેતાએ કહ્યું કે, સપા મધ્યપ્રદેશમાં 30થી 35 બેઠકો પર ઉમેદવારો ઉતારવા જઈ રહી છે. તેમણે કહ્યું કે સપા નેતૃત્વમાં સૌથી મોટી નારાજગી બિજાવર બેઠકને લઈને છે, જ્યાંથી કોંગ્રેસે ચરણ સિંહ યાદવને ટિકિટ આપી છે. બીજવરથી છેલ્લી ચૂંટણી જીતનાર સપા નાખુશ છે કારણ કે ચરણ સિંહ દીપ નારાયણ યાદવના ભત્રીજા છે. દીપ નારાયણ બુંદેલખંડ પ્રદેશના સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા છે.

આ પણ વાંચો: ભારતની જીત માટે રાહુલ ગાંધીની ‘મોહબ્બત કી દુકાન’માં એકપણ શબ્દ નથી ?

Back to top button