MP: ટ્રક ડ્રાઈવર સાથે ખરાબ વર્તન કરનાર કલેક્ટર સામે કાર્યવાહી
- શાજાપુરમાં ટ્રક ડ્રાઈવરો સાથેની બેઠકમાં કલેક્ટરે તોછડી ભાષા બોલવા પર મુખ્યમંત્રી મોહન યાદવે કલેક્ટર કિશોર કનૈયાલને પોતાના પદ પરથી હટાવ્યા
મધ્ય પ્રદેશ, 03 જાન્યુઆરી: MPના શાજાપુરમાં સરકારની મોટી કાર્યવાહી, મુખ્યમંત્રી મોહન યાદવે શાજાપુરના કલેક્ટર કિશોર કનૈયાલને હટાવ્યા. મુખ્યમંત્રી ડો.યાદવે કહ્યું કે આ સરકાર ગરીબોની સરકાર છે. દરેકના કામનું સન્માન થવું જોઈએ અને લાગણીઓનું પણ સન્માન કરવું જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે ગરીબોના કલ્યાણ માટે કામ કરી રહ્યા છીએ. અમે સતત ગરીબોની સેવા કરીએ છીએ. મોહન યાદવે કહ્યું કે, એક માણસ તરીકે અમારી સરકારમાં આવી ભાષા સહન થતી નથી. હું પોતે એક મજૂર પરિવારનો પુત્ર છું. આવી ભાષા બોલવી યોગ્ય નથી. અધિકારીઓ ભાષા અને વર્તન પર ધ્યાન રાખો.
કેમ મુખ્યમંત્રીએ કલેક્ટરને પદ પરથી હટાવ્યા?
મંગળવારે સોશિયલ મીડિયા પર શાજાપુર જિલ્લા કલેક્ટરનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે એક મીટિંગ દરમિયાન ડ્રાઇવરને તેની ઓકાત વિશે પૂછતા જોવા મળ્યા હતા. જો કે, પોતાની ભૂલનો અહેસાસ થતાં જિલ્લા કલેક્ટર કિશોર કનૈયાલએ આ માટે અફસોસ વ્યક્ત કર્યો હતો. શાજાપુર કલેક્ટર કિશોર કનૈયાલે ડ્રાઈવર એસોસિએશનની બેઠક બોલાવી હતી. આ દરમિયાન કલેકટરે કહ્યું કે, ‘હું સ્પષ્ટપણે કહું છું કે કોઈ કાયદો હાથમાં ન લેતા.’
सभी के काम और भाव का सम्मान होना चाहिए
शाजापुर में ट्रक ड्राइवर्स से जुड़ी घटना में कलेक्टर को पद से हटाया गया है।
यह सरकार गरीबों की सरकार है। प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में हम गरीब कल्याण के लिए कार्य कर रहे हैं। अधिकारियों को अपनी भाषा और व्यवहार का ध्यान… pic.twitter.com/2BsTFM9KI0
— Dr Mohan Yadav (@DrMohanYadav51) January 3, 2024
‘તારી ઓકાત શું છે?’
બેઠક દરમિયાન એક ડ્રાઈવરે કલેકટરને કહ્યું કે સરખી રીતે કહો. ત્યારે કલેક્ટરે ગુસ્સે થઈને કહ્યું, ‘શું ખોટું છે?’ તમે શું સમજો છો, તમે શું કરશો, તમારી ઓકાત શું છે? આના જવાબમાં ડ્રાઇવરે કહ્યું, ‘આ એની જ લડાઈ છે કે અમારી કોઈ ઓકાત નથી.’ કલેક્ટરે કહ્યું કે લડાઈ આવી રીતે ન થાય. મહેરબાની કરીને કોઈપણ કાયદો તમારા હાથમાં ન લો, મેં તમને તમારા પ્રશ્નો સાંભળવા માટે અહીં બોલાવ્યા છે.
- કલેક્ટરની તોછડી ભાષાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ જલ્દી વાયરલ થઈ ગયો હતો, ત્યાર બાદ અનેક મીડિયાએ પણ કલેક્ટરની ભાષા પર સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે આજે મધ્ય પ્રદેશ સીએમ મોહન યાદવે કલેક્ટર સામે કાર્યવાહી કરીને તેમને પદ પરથી હટાવી દીધા છે.
આ પણ વાંચો: ગોગામેડી હત્યાકેસઃ NIAએ રાજસ્થાન અને હરિયાણામાં 31 સ્થળોએ દરોડા પાડ્યા