ટ્રેન્ડિંગવર્લ્ડવિશેષ

3000 મૃતદેહો માટે કબ્રસ્તાનમાં ‘મૂવી નાઈટ’નું કરવામાં આવ્યું આયોજન, જાણો ક્યાં અને કેમ?

  • અધિકારીઓએ કબ્રસ્તાનમાં ગોઠવી ખુરશીઓ
  • ઓપન-એર ફિલ્મ શો દરમિયાન ફક્ત ચાર સ્ટાફ સભ્યો જ રહેતા હતા હાજર
  • ઘણા વર્ષો પહેલા આ દુનિયા છોડી ગયેલા લોકોના આત્માઓને યાદ કરવાના પ્રયાસરૂપે કબ્રસ્તામાં બતાવવામાં આવી ફિલ્મ

થાઈલેન્ડ, 8 જુલાઈ: થાઈલેન્ડમાં બનેલી એક વિચિત્ર બાબત વિશે તમને જાણીને કદાચ નવાઈ લાગશે. કેમ કે થાઈલેન્ડના એક કબ્રસ્તાનમાં એક ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. એ પણ અહીં કબ્રસ્તાનમાં દફનાવવામાં આવેલા 3000 મૃતદેહો માટે. દેશના નાખોન રત્ચાસિમા પ્રાંતમાં આ જોવા મળ્યું છે. આ કબ્રસ્તાનમાં ફિલ્મ જોવાના અનુભવને બીજા સ્તર પર લઈ જવામાં આવ્યો છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ અનુસાર, પૂર્વોત્તર થાઈલેન્ડના આ કબ્રસ્તાનને ચીનના લગભગ 3000 વંશજોનું વિશ્રામ સ્થાન માનવામાં આવે છે.

2 થી 6 જૂન દરરોજ સાંજે 7 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી બતાવવામાં આવતી હતી ફિલ્મો

જૂનમાં અધિકારીઓએ અહીં ખુરશીઓની પંક્તિઓ ગોઠવી હતી અને વર્ષો પહેલા આ દુનિયા છોડી ગયેલા લોકોના આત્માઓને યાદ કરવાના પ્રયાસરૂપે એક ફિલ્મ બતાવી હતી. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે અહેવાલ આપ્યો છે કે કબ્રસ્તાનમાં કબરો મોટાભાગે થાઈલેન્ડમાં રહેવા આવેલા ચીની લોકોના વંશજોની છે. ફિલ્મનું સ્ક્રીનિંગ 2 થી 6 જૂન, 2024 દરમિયાન થયું હતું. ઓપન-એર ફિલ્મ શો દરમિયાન ફક્ત ચાર સ્ટાફ સભ્યો હાજર હતા અને દરરોજ સાંજે 7 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી ફિલ્મો બતાવવામાં આવતી હતી.

ફિલ્મોની સાથે સાથે સ્વાદિષ્ટ ભોજનનું પણ આયોજન

સ્ટાફ દ્વારા પણ સ્વાદિષ્ટ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં આત્માઓને પેપર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ખાણીપીણીની સાથે સાથે ઘર, વાહનો, કપડા અને રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓના મોડલ પણ હાજર હતા. થાઈ ડેઈલી અખબાર ખાઓસોદના જણાવ્યા અનુસાર, સવાંગ મેટ્ટા થમ્માસાથન ફાઉન્ડેશન દ્વારા આ ઈવેન્ટનું આયોજન આત્માઓને ખુશ કરવા અને તેમને આધુનિક મનોરંજન પૂરું પાડવા માટે કરવામાં આવ્યું હતું.

કબ્રસ્તાનમાં ફિલ્મો બતાવવાનો અનુભવ સંપૂર્ણપણે અલગ અને સકારાત્મક

ફાઉન્ડેશને કહ્યું કે શા માટે માત્ર જીવતા લોકોએ જ ફિલ્મોનો આનંદ માણવો જોઈએ? ઈવેન્ટ ઓર્ગેનાઈઝરે કહ્યું કે તે શરૂઆતમાં કબ્રસ્તાનમાં ફિલ્મો બતાવવાના વિચારથી નર્વસ હતો. પછી જેમ જેમ પ્રોજેક્ટ પર કામ આગળ વધતું ગયું તેમ તેમ આશ્ચર્ય અને ભય દૂર થવા લાગ્યો. તેણે કહ્યું કે આ અનુભવ સંપૂર્ણપણે અલગ અને સકારાત્મક છે.

આ પણ વાંચો: શું પાકિસ્તાનમાં સ્મશાન છે, ત્યાં હિન્દુઓના અંતિમ સંસ્કાર કેવી રીતે થાય છે?

Back to top button