ફિલ્મ ‘ઈન્ડિયા લોકડાઉન’ ટ્રેલર થયું રિલીઝ : લોકડાઉનની ઘટનાઓ જોઈ તમારા રુંવાટા પણ થઈ જશે ઊભા
કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. કોવિડ-19ને કારણે દેશમાં જ્યારે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારે વિવિધ પ્રકારના લોકોને વિવિધ પ્રકારની સમસ્યાઓમાંથી પસાર થવું પડ્યું હતું. આ વિવિધ પ્રકારની સમસ્યાઓમાંથી જે લોકો પસાર થયા તેમનાં જીવનની સત્યકથાઓને લઈને ડાયરેક્ટર મધુર ભંડારકર ઈન્ડિયા લોકડાઉન નામની એક ફિલ્મ લઈને આવી રહ્યા છે. તેનું ટ્રેલર આજે રિલીઝ થયું છે, ફિલ્મમાં શ્વેતા બસુ પ્રસાદ, પ્રતિક બબ્બર, આહાના કુમરા, સાઈ તામ્હંકર અને પ્રકાશ બેલાવાડી મુખ્ય ભૂમિકામાં છે. ટ્રેલર જોઈને તમારી આંખો ભીની થઈ જશે અને તમને ગુસ્સો પણ આવી શકે છે, તેવા દ્રશ્યો બતાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : વધુ એક નેપોટિઝમની દિશામાં કરણ જોહર, આ અભિનેતાના દીકરાને કરાવશે ડેબ્યુ
ફિલ્મના ટ્રેલર જોઈ ચોંકી જશો તમે
ઈન્ડિયા લોકડાઉન ફિલ્મના ટ્રેલરમાં જ્યારે દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારે વિવિધ વર્ગના લોકોને શું સામનો કરવો પડ્યો હતો, તે પરિસ્થિતિ દર્શાવે છે. લોકો પોતપોતાના ઘરોમાં કેદ થઈ ગયા. જેઓ ધનવાન હતા તેઓ સુખી હતા. તેને પોતાની સાથે કે પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાનો મોકો મળ્યો. પરંતુ જેઓ કોઈના ઘરે કામ કરતા હતા તેમના માટે એક સમયનો રોટલો જુગાડ કરવો પણ મુશ્કેલ બની ગયો હતો. તેઓને બાળકોને ખવડાવવા માટે ખરાબ કામ કરવા પડ્યા. જ્યારે કોઈ રસ્તો દેખાતો ન હતો, ત્યારે ઘરે પાછા ફરવા માટે માઇલો સુધી ચાલવું પડ્યું. પરંતુ ઘરે પરત ફરવું પણ સરળ ન હતું. એટલું જ નહીં, જે સમયે એમ્બ્યુલન્સની સૌથી વધુ જરૂર હતી, તે સમયે તેમાં ‘અન્ય કામો’ પણ કરવામાં આવતા હતા. એટલે કે એ કપરા સમયમાં પણ લોકોનો લોભ ખતમ નહોતો થયો. આવા દ્રશ્યો જોઈને કોઈ પણનાં રુંવાટા ઊભા થઈ શકે છે. અંતે ફિલ્મનું ટ્રેલર તમને લોકડાઉન પછી શું થયું તેની વાસ્તવિકતાથી વાકેફ કરે છે અને આ વાસ્તવિકતા જોઈને તમે ચોંકી જશો.
આ ફિલ્મ તમે OTT પ્લેટફોર્મ પર જોઈ શકો છો. આ ફિલ્મ 2 ડિસેમ્બર 2022ના રોજ ZEE5 પર રિલીઝ થઈ રહી છે.