ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

બનાસકાંઠા-વાવ-થરાદ જિલ્લાના વિભાજન વિવાદ વચ્ચે 774 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાની હિલચાલ

Text To Speech
  • બનાસકાંઠા જિલ્લાની 972 પૈકી 390 ગ્રામ પંચાયતોમાં વહિવટદાર શાસન છે
  • જિલ્લાના કુલ 774 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજવા માટે તંત્રએ તૈયારી હાથધરી
  • વહેલી તકે ચૂંટણી યોજાય તેવી માગણી કરવામાં આવી રહી છે

બનાસકાંઠા જિલ્લાની 972 પૈકી 390 ગ્રામ પંચાયતોમાં વહિવટદાર શાસન છે. જિલ્લાના કુલ 774 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજવા માટે તંત્રએ તૈયારી હાથધરી છે. મતદાન મથકો બાબતે પરિપત્ર કરીને તંત્રએ કેટલાક સૂચનો આપ્યા હતા.

વહેલી તકે ચૂંટણી યોજાય તેવી માગણી કરવામાં આવી રહી છે

મતદાન મથકોની ભૌતિક ચકાસણી સહિતનો સમાવેશ થયો છે. જયારે 390 ગ્રામ પંચાયતોમાં વહિટવટદાર શાસન હોવાથી વિકાસના કામો અટકી પડયા છે. ગ્રામજનોને પંચાયતની કચેરીએ ધક્કા ખાવાની નોબત આવી છે. જેથી વહેલી તકે ચૂંટણી યોજાય તેવી માગણી કરવામાં આવી રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં જ વાવ થરાદ જિલ્લાનું વિભાજન થયુ છે

બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં જ વાવ થરાદ જિલ્લાનું વિભાજન થયુ છે. જોકે બનાસકાંઠા જિલ્લામાં 14 જેટલા તાલુકાઓ હતા. રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો સૌથી મોટી જિલ્લોઓની યાદીમાં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં અંદાજે 38 લાખથી પણ વધારે લોકો રહે છે.

આ જિલ્લામાં 972 જેટલી ગ્રામ પંચાયતો આવેલી છે

જોકે શહેરોને બાદ કરતાં મોટાભાગના લોકો ગામડાઓમાં રહે છે. હવે માટે જ આ જિલ્લામાં 972 જેટલી ગ્રામ પંચાયતો આવેલી છે જે ગામડામાં રહેતા લોકોના સુખાકારી સુવિધાઓ અને પ્રશ્નોને હલ કરે છે. તો વળી ગ્રામ પંચાયતોના વહીવટને સુનિચિત કરવા સ્થાનિક સ્વરાજની ચૂંટાયેલી બોડી કાર્ય કરતી હોય છે.

રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા અધિકારીઓ વહિવટદાર તરીકે ચાર્જ સંભાળે છે

ઘણા લાંબા સમયથી બનાસકાંઠા જિલ્લાની 390થી પણ વધુ ગ્રામ ગ્રામ પંચાયતોમાં પંચાયત બોડીની ટર્મ પુરી થઇ ગઇ હોવાથી આવી તમામ ગ્રામ પંચાયતોમાં રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા અધિકારીઓ વહિવટદાર તરીકે ચાર્જ સંભાળે છે. હવે રાજ્ય સરકારે આગામી જૂન મહિનાની આસપાસ તમામ ખાડી પડેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી તેમજ પેટા ચૂંટણી યોજવા માટેની પ્રક્રિયા હાથ ધરાય તેવા અણસાર સાંપડ્યા છે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં આરોગ્યકર્મીઓના ધામા, અચોક્કસ મુદ્દતની હડતાળનો આજે આઠમો દિવસ

Back to top button