દિવાળી બાદ બે મોટા ગ્રહોની વૃશ્ચિક રાશિમાં હલચલઃ આ 3 રાશિઓની બદલાશે લાઇફ
- સૂર્ય અને મંગળ નવેમ્બરમાં એક જ રાશિમાં પ્રવેશ કરશે. બે મોટા ગ્રહો એક જ રાશિમાં આવવાથી અનેક રાશિના જાતકોને લાભ થશે
નવેમ્બર મહિનો ગ્રહ-નક્ષત્રોની સ્થિતિને જોતા ખૂબ ખાસ છે. નવેમ્બરમાં અનેક મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન થશે. મોટા ગ્રહો એક પછી એક રાશિમાં ગોચર કરશે તેનો પ્રભાવ તમામ 12 રાશિ પર પડશે. નવેમ્બર 16ના રોજ ગ્રહોના સેનાપતિ મંગળ વૃશ્વિક રાશિમાં પ્રવેશ કરશે અને 17 નવેમ્બરે ગ્રહોના રાજા સૂર્ય પણ વૃશ્ચિકમાં ગોચર કરશે. આ પ્રકારે વૃશ્વિક રાશિમાં એક દિવસના અંતરમાં બે મોટા ગ્રહો પ્રવેશ કરશે. વૃશ્વિક રાશિમાં મંગળ અને સૂર્યના પ્રવેશ બાદ કઇ રાશિઓને લાભ થશે તે જાણો.
મેષ
મંગળ ગ્રહ મેષ રાશિના સ્વામી છે. તેથી મંગળનું ગોચર મેષ રાશિના લોકો માટે લાભકારી રહેશે. મંગળ ગોચરના પ્રભાવથી મેષ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભના યોગ મળશે. મકાન સુખમાં વૃદ્ધિ થશે. પરિવારમાં ધાર્મિક કાર્યો તશે. નોકરીમાં કોઇ મોટી જવાબદારી મળી શકે છે. પરિશ્રમ વધુ રહેશે. આત્મવિશ્વાસ વધશે. કરિયરમાં બઢતીના યોગ છે.
વૃશ્વિક
મંગળ અને સૂર્ય બંને ગ્રહ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. તેથી આ રાશિના જાતકોને રાશિ પરિવર્તનનો લાભ મળશે. વૃશ્વિક રાશિના જાતકોને નોકરીના નવા અવસર પ્રાપ્ત થશે. સ્થાન પરિવર્તન પણ શક્ય છે. યાત્રામાં લાભ થશે. ધન લાભના નવા સાધનો ખુલશે. જુના માર્ગથી પણ ધન આવશે.
સિંહ
સિંહ રાશિના લોકો માટે મંગળ અને સૂર્યને રાશિ પરિવર્તનનો લાભ મળશે. સિંહ રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય છે. આવામાં સૂર્યદેવની અસીમ કૃપા સિંહ રાશિના લોકો પર રહેશે. પરિવાર સાથે સારો સમય વીતાવી શકશો. વાતચીતમાં સંયમ રાખજો. બિઝનેસમાં વધારો થશે. આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. વેપાર-ધંધાની સ્થિતિ સુધરશે. તમારા સાહસમાં વધારો થશે.
આ પણ વાંચોઃ બદ્રી-કેદારના દર્શન બંધ થવાની તારીખ થઇ જાહેરઃ ત્યાં સુધી યાત્રા ચાલુ