શુક્ર ગ્રહમાં જાન્યુઆરીમાં હલચલ, જાણો કઈ રાશિને થશે ફાયદો?
- શુક્ર ગ્રહમાં આ મહિનામાં હલચલ થઈ રહી છે. શુક્રએ જાન્યુઆરીમાં એક વખત તેની રાશિ બદલી છે, હવે અંતમાં તે ફરી વખત રાશિ બદલશે
HD ન્યુઝ ડેસ્કઃ જાન્યુઆરીમાં શુક્ર ગ્રહમાં હલચલ થઈ રહી છે. શુક્રએ જાન્યુઆરીમાં એક વખત તેની રાશિ બદલી છે અને પછી જાન્યુઆરીના અંતમાં તે ફરી વખત તેની રાશિ બદલશે. સકટ ચોથના દિવસે શુક્ર નક્ષત્ર પરિવર્તન કરશે. શુક્ર 17મી જાન્યુઆરીએ સંકટ ચોથના રોજ ગુરુના નક્ષત્રમાં રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે શુક્રનું નક્ષત્ર બદલાશે અને 17 જાન્યુઆરી 2025ના રોજ સવારે 7:51 કલાકે પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. શુક્રનું કુંભ રાશિમાં ગોચર 1 જાન્યુઆરી, 2025ના રોજ થયું હતું. હવે શુક્ર મીન રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર 29 જાન્યુઆરી, 2025, બુધવારની રાત્રે 12:20 વાગ્યાથી તેની ઉચ્ચ રાશિ મીનમાં પ્રવેશ કરશે. આ પછી મે સુધી શુક્રની રાશિમાં કોઈ ફેરફાર થશે નહીં. જાણો શુક્ર ગોચરની આ રાશિઓ પર શું અસર પડશે.
વૃષભ (બ,વ,ઉ)
પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં શુક્રના પરિવર્તનને કારણે તમને નોકરીમાં લાભ મળવાની સંભાવના છે, સર્જનાત્મકતા તમને લાભ આપી શકે છે. પરિવારમાં તમારો સમય સારો રહેશે અને તમને તમારા જીવનમાં તમામ ભૌતિક સુખ-સુવિધાઓ મળશે. એકંદરે શુક્ર તમને લાભ કરાવશે.
મિથુન (ક,છ,ઘ)
આ રાશિના જાતકોને શુક્રના નક્ષત્ર અને રાશિ પરિવર્તન બંનેથી લાભ થશે. તમારા માટે વસ્તુઓ પહેલા કરતા વધુ સારી બનશે. જીવનમાં તમારા માટે સારી વસ્તુઓ થશે, નસીબ તમારા પક્ષે રહેશે. આવક પણ બમણી થવાની સંભાવના છે. ક્યાંક બહાર જવાનો પ્લાન અચાનક બની શકે છે.
સિંહ (મ,ટ)
શુક્રના નક્ષત્રમાં પરિવર્તન તમારા માટે સારું રહેશે. તમને તમારા જીવનસાથી તરફથી લાભ અને સહયોગ બંને મળશે, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમે ભાગ્યશાળી રહેશો. કેટલાક લોકોને કોઈ શુભ કાર્યમાં ભાગ લેવાની તક મળશે. સિંહ રાશિના લોકો માટે શુક્રની કૃપાથી માર્ચ સુધીનો સમય સારો છે. આ પછી સિંહ રાશિ પર શનિની સાડા સાતી આવશે.
આ પણ વાંચોઃ મહિલા નાગા સાધુ શું ખાય છે અને ક્યાં રહે છે? જાણો કઠોર નિયમ
આ પણ વાંચોઃ કેતુ ગોચરથી ચાર રાશિના લોકોને લાભ થશે, લાઈફમાં આવશે પોઝિટિવ ફેરફારો