ગુજરાતબિઝનેસ

ગાંધીનગર DefExpo 2022: ₹1,53,000 કરોડના MoU પર હસ્તાક્ષર

Text To Speech

ગાંધીનગર ખાતે DefExpo 2022માં 451 MoU અને રૂ.1.53 લાખ કરોડના કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે 12માં ડિફેક્સ્પોની સમાપન સમારંભ દરમિયાન સંરક્ષણ સચિવ અજય કુમારે માહિતી આપી હતી કે બિઝનેસની દ્રષ્ટિએ ડિફેન્સ એક્સ્પોએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ સંરક્ષણ એક્સ્પો હતો. તેમાં સૌથી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા.

છેલ્લો ડિફેન્સ એક્સ્પો 2020માં લખનૌમાં આયોજિત કરવામાં આવ્યો હતો, તેમાં 201 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ એકસ્પોમાં રૂ.1,53,000 કરોડનાં 451 સમજૂતી કરારો અને સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા છે. તેમણે કહ્યું હતું કે, ઉદ્યોગો વચ્ચે, ઉદ્યોગ અને રાજ્ય સરકાર તેમજ અને ઉદ્યોગો અને કેન્દ્ર સરકાર વચ્ચે એમઓયુ અને કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, 12મો ડિફેન્સ એક્સ્પો અત્યાર સુધીનો સૌથી સફળ એકસ્પો હતો,જેણે ભારતીય સંરક્ષણ ક્ષેત્ર માટે સશક્તિકરણના યુગની શરૂઆત કરી હતી.

રાજનાથ સિંહે ઉમેર્યું હતું કે-આ ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની શરૂઆત છે. આ એકસ્પોએ દર્શાવ્યું છે કે ભવિષ્ય ભારતનું છે. આ એક્સ્પોએ એ પણ દર્શાવ્યું છે કે ભારત વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદન કેન્દ્ર બનશે.

Back to top button