ગુજરાતટોપ ન્યૂઝ

નડિયાદમાં ગણેશ ચતુર્થીના દિવસે જ માતમ ! ગણેશ પંડાલમાં ત્રણ યુવાનોને લાગ્યો કરંટ, બેના મોત

Text To Speech

ગણશ ચતુર્થીના દિવસે જ નડિયાદમાં એક મોટી દુર્ઘટના બની હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ નડિયાદમાં પીજ રોડ પર આવેલા ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતા ત્રણ યુવકોને કરંટ લાગ્યો હતો. જેમાંથી બે યુવકોના મોત થયા છે. હાલ બંને યુવકોના મૃતદેહને નડિયાદ સિવિલ હોસ્પિટસમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

નડિયાદના પીજ રોડ પર આવેલા ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતી લખતે ત્રણ યુવકોને કરંટ લાગ્યો હતો. નડિયાદના પીજ રોડ આવેલી ગીતાંજલી ચોકડી નજીક આવેલા સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જ્યાં આ ત્રણેય યુવાનો પંડાલમાં તાડપત્રી લગાવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. ઘટનાના પગલે સમગ્ર શહેરમાં માતમ છવાઈ ગયો હતો અને પરિવારો પર અચનાક આભ ફાટી ગયું હતું. ઉલ્લેખનીય છે નડિયાદના પીજ વિસ્તારમાં ગણશે ચતુર્થીના તહેવારની તાડમાર તૈયારી કરેલા યુવકોને વીજ કંરટ લાગ્યો હતો, આ લોકો પંડાલને શણગારવાનો કામ કરી રહ્યા છે ત્યારે તેમનના 11 કેવીના વાયર માથાના ભાગમાં અડી જતાં આ બનાવ બન્યો હતો, આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.

આ પણ વાંચો : રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે પોતાની હડતાળ યથાવત રાખવાની કરી જાહેરાત, રાજકારણ ગરમાયું

Back to top button