ઈદ પહેલા યમનમાં છવાયો માતમ ! જકાત વહેંચવાના કાર્યક્રમમાં મોટી દુર્ઘટના, 78 લોકોના મોત


- ઈદ પહેલા યમનમાં સર્જાઈ મોટી દુર્ઘટના
- યમનમાં જકાત વહેંચવાનાં કાર્યક્રમમાં નાશભાગ
- 78 લોકોના મોત, 300 જેટલા લોકો ઇજાગ્રસ્ત
યમનની રાજધાની સનામાં બુધવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં નાણાકીય સહાયના વિતરણ માટે આયોજિત એક કાર્યક્રમમાં નાસભાગ મચી જવાથી ઓછામાં ઓછા 78 લોકો માર્યા ગયા હોવાની વિગતો સામે આવી છે. તેમજ આ ઘટનામાં 300 જેટલા લોકો ઘાયલ થયા હતા.
યમનમાં જકાત વહેંચવાના કાર્યક્રમમાં દુર્ઘટના
હાલ મુસ્લિમો માટે પવિત્ર એવો રમઝાન મહિનો ચાલી રહ્યો છે. આ પવિત્ર માસ દરમિયાન જકાત(આર્થિક મદદ) વહેંચવામા આવતી હોય છે. ત્યારે આજે રમઝાનના છેલ્લા દિવસે યમનની રાજધાની સનામાં આવી જ રીતે જકાત વહેંચવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જકાત લેવા માટે મોટી સંખ્યામા લોકોની ભીડ આવી પહોંચી હતી. આ ભીડને કાબુમાં લેવા માટે ત્યાં હજાર સુરક્ષાકર્મી હવામાં ગોળીબાર કરવામા આવ્યો હતો. જેના કારણે નાસભાગ મચી હતી. આ નાસભાગમાં 78 જેટલા લોકોએ ગુમાવ્યો હતો અને 300 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
દુર્ઘટના માટે આયોજકોને જવાબદાર ઠેરવ્યા
યમન મંત્રાલયના પ્રવક્તા બ્રિગેડિયર અબ્દુલ-ખાલેક અલ-અઘરીએ આરોપ મૂક્યો હતો કે નાણાંનું વિતરણ કરવાની ઘટના સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંકલન વિના આયોજિત કરવામાં આવી હતી. એક ટીવી ચેનલમાં જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર : સેનાના વાહનમાં લાગી આગ, ચાર જવાન શહીદ