ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ક્રિસમસ પહેલા અમેરિકાની સ્કૂલમાં માતમ, ફાયરિંગમાં 5ના મૃત્યુ

Text To Speech
  • ગોળીબારની આ ઘટના વિસ્કોન્સિનના મેડિસનની એક ક્રિશ્ચિયન સ્કૂલમાં બની હતી

HD ન્યૂઝ ડેસ્ક, 17 ડિસેમ્બર: અમેરિકાની સ્કૂલમાં ગોળીબારની ઘટનામાં 5 લોકોના મૃત્યુ થયા છે. ગોળીબારની આ ઘટના વિસ્કોન્સિનના મેડિસનની એક ક્રિશ્ચિયન સ્કૂલમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબાર કરનાર સગીર હતો અને તેનું પણ મૃત્યુ થયું છે. માર્યા ગયેલા શૂટર પાંચ લોકો ઘાયલ થયા હતા. ગોળીબારનો ભોગ બનેલી આ શાળા કિન્ડરગાર્ડનથી ધોરણ 10 સુધી ચાલે છે.

શાળામાં 390 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે

પોલીસે જણાવ્યું કે, ગોળીબારની ઘટનાને એક વિદ્યાર્થીએ અંજામ આપ્યો હતો. જ્યાં આ ઘટના બની તે ક્રિશ્ચિયન સ્કૂલમાં કિન્ડરગાર્ડનથી લઈને હાઈસ્કૂલ સુધીના 390 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે, ફાયરિંગ કરનાર વિદ્યાર્થી પોતાની સાથે 9 એમએમની પિસ્તોલ લાવ્યો હતો. તેણે અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા

મેડિસન પોલીસ વડા શૉન બર્નિસે જણાવ્યું હતું કે, સવારે 10:57 વાગ્યે અમારા અધિકારીઓ મેડિસનની એબંન્ડેન્ટ લાઇફ ક્રિશ્ચિયન સ્કૂલમાં હુમલાના સૂચનાનો જવાબ આપી રહ્યા હતા. જ્યારે અધિકારીઓ પહોંચ્યા ત્યારે તેઓને ગોળી વાગી ગયેલા ઘણા પીડિતો મળ્યા. અધિકારીઓએ ગોળીબાર માટે જવાબદાર માનવામાં આવતા મૃતક કિશોરને શોધી કાઢ્યો હતો. અમે જીવ બચાવવા ઘાયલોને હોસ્પિટલ મોકલવાનું શરૂ કર્યું.

ગોળીબાર કરનાર પણ આ જ શાળાનો વિદ્યાર્થી

પોલીસ અધિકારીએ કહ્યું, ‘સાચું કહું તો આ સમયે હું થોડો નિરાશ છું. ક્રિસમસની ખૂબ નજીક, દરેક બાળક, દરેક વ્યક્તિ જે આ બિલ્ડિંગમાં હતો તે હંમેશા તેને યાદ રાખશે. આવા આંચકા સહેલાઈથી જતા નથી. આપણે જાણવાની જરૂર છે કે ખરેખર શું થયું? આ સમયે હું મારા લોકો માટે ચિંતિત છું. અમે આખી શાળામાં સર્ચ કરી રહ્યા છીએ, દરેક વાહનની તપાસ કરી રહ્યા છીએ જેથી આગળ કોઈ ખતરો ન રહે. મને ખબર નથી કે તે છોકરો છે કે છોકરી પરંતુ પોલીસે પોતાના હથિયારોમાંથી કોઈ ગોળી ચલાવી નથી. અમે માનીએ છીએ કે ગોળીબાર કરનાર આ શાળાનો વિદ્યાર્થી હતો.

આ પણ જૂઓ: જર્મન ચાન્સેલર સંસદમાં ન જીતી શક્યા વિશ્વાસનો મત, ફેબ્રુઆરીમાં ચૂંટણીની સંભાવના

Back to top button