ટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટી

મોટોરોલા રેઝર 50 અલ્ટ્રા ભારતમાં થશે લોન્ચ, આ હશે ફીચર્સ અને કિંમત

Text To Speech

નવિ દિલ્હી, 2 જુલાઇ, મોટોરોલા ટૂંક સમયમાં ભારતીય બજારમાં તેનો ફોલ્ડેબલ ફોન Motorola Razr 50 Ultra લોન્ચ કરવા જઈ રહી છે. જેની બધા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. મોટોરોલા રેઝર 50 અલ્ટ્રા ભારતમાં 4 જુલાઈના રોજ થશે. આ સ્માર્ટફોનને લઈને અત્યાર સુધીમાં ઘણા ટીઝર રિલીઝ કરવામાં આવ્યા છે, જેમાં તેના ફીચર્સ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં 50MP પ્રાથમિક કેમેરા અને 32MP સેલ્ફી કેમેરા હશે. દેશમાં લાવવામાં આવે તે પહેલાં, ચીન અને વૈશ્વિક બજારોમાં રજૂ કરવામાં આવ્યું છે.

જો તમે પણ ફોલ્ડેબલ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો Motorola Razr 50 Ultra તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. મોટોરોલા ભારતમાં એક નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે, જેનું નામ Motorola Razr 50 Ultra હશે. તેને ભારતમાં 4 જુલાઈએ લોન્ચ કરવામાં આવશે અને કંપનીએ તેના માટે ઘણા ટીઝર રિલીઝ કર્યા છે. આ એક ફ્લિપ સ્માર્ટફોન છે, જે Moto AI ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવશે. Motorola Razr 50 Ultra ભારતમાં લૉન્ચ કરતા પહેલા તેના ઘણા ફીચર્સ સામે આવ્યા છે. મોટોરોલાએ ખુલાસો કર્યો છે કે તે 4 ઇંચના OLED કવર ડિસ્પ્લે સાથે આવશે. આમાં નવા અપડેટેડ હિંગનો ઉપયોગ કરવામાં આવશે.

જાણો શું છે કિંમત ?
Motorola Razr 50 Ultra ની કિંમત લગભગ EUR 1,199 હોઈ શકે છે, જે ભારતમાં લગભગ 1,07,310 રૂપિયા હોઈ શકે છે. આ કિંમત સ્ટાન્ડર્ડ વેરિઅન્ટ માટે હશે, જેમાં 12GB રેમ અને 512GB વેરિઅન્ટ ઉપલબ્ધ થઈ શકે છે. જો કે કંપનીએ હજુ તેની કિંમતનો ખુલાસો કર્યો નથી.

જાણો ફીચર્સ વિશે

Motorola Razr 50 Ultraમાં Qualcomm Snapdragon 8 Gen 3 પ્રોસેસર આપવામાં આવશે. તેની સાથે 12GB રેમ મળશે. આ સ્માર્ટફોનમાં ત્રણ કલર વેરિઅન્ટ પેન્ટોન પીચ ફઝ, સ્પ્રિંગ ગ્રીન અને મિડનાઈટ બ્લુ છે. Motorola Razr 50 Ultraમાં કવર સ્ક્રીન પર ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ ઉપલબ્ધ થશે. મોટોરોલાએ આ વખતે મોટી ડિસ્પ્લેનો ઉપયોગ કર્યો છે. તેમાં 50MP પ્રાઇમરી કેમેરા આપવામાં આવી શકે છે. સાથે જ તેમાં 32MP ફ્રન્ટ કેમેરા પણ આપી શકાય છે. Motorola Razr 50 Ultraમાં 4000mAh બેટરી હશે. તેની સાથે 45W ફાસ્ટ ચાર્જર મળશે. 15W વાયરલેસ ચાર્જિંગ ઉપલબ્ધ થશે. આ ફોનને માત્ર 12 મિનિટ માટે ચાર્જ કર્યા પછી, આખા દિવસ માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકાય છે. Motorola Razr 50 Ultraમાં Gemini AI સાથે ચેટિંગ, ડેસ્ક મોડ, આ સ્માર્ટફોન ફાસ્ટ હશે.

આ પણ વાંચો..Daiwaએ ભારતમાં નવું સ્માર્ટ ટીવી કર્યું લોન્ચ, ફીચર્સ અને કિંમત જોઈને જનતા છે ખુશ

Back to top button