ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

Motorolaએ સેમસંગને આપી ‘ઓપન ચેલેન્જ’, ભારતમાં 16 એપ્રિલે લોન્ચ કરશે આ ધમાકેદાર ફોન

Text To Speech
  • Motorola G64 5G 16 એપ્રિલે ભારતમાં લોન્ચ થશે, આ ફોનમાં 6000mAhની પાવરફુલ બેટરી સાથે 12GB રેમ સહિત અનેક મજબૂત ફીચર્સ મળશે

HD ન્યૂઝ ડેસ્ક, 10 એપ્રિલ: મોટોરોલા ટૂંક સમયમાં એટલે કે 16 એપ્રિલે ભારતમાં 6000mAhની પાવરફુલ બેટરી સાથે સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. Motorolaનો આ સ્માર્ટફોન તાજેતરમાં જ સેમસંગે લોન્ચ કરેલા Samsung Galaxy M15 5G ને ટક્કર આપશે. મોટોરોલાએ તેના આગામી સ્માર્ટફોનને સત્તાવાર પ્રદર્શિત કર્યો છે. આ ઉપરાંત ફોનની લોન્ચિંગ તારીખ સહિત તેના કેટલાક ફીચર્સ પણ કન્ફર્મ કરવામાં આવ્યા છે. Motorola ઇન્ડિયાનો આ સ્માર્ટફોન દુનિયાનો પહેલો ફોન હશે જે MediaTek Dimensity 7025 5G પ્રોસેસર સાથે લોન્ચ થશે.

Motorola India એ તેના X હેન્ડલ દ્વારા આ સ્માર્ટફોન Moto G64 5G ની લોન્ચ તારીખની પુષ્ટિ કરી છે. Motorolaનો આ બજેટ સ્માર્ટફોન ભારતમાં 16 એપ્રિલ 2024ના રોજ લોન્ચ થશે. ફોનમાં 12GB RAM + 256GB ઇન્ટરનલ સ્ટોરેજ, MediaTek Dimensity 7025 5G પ્રોસેસર હશે. ફોનને ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

 

Moto G64 5Gની સંભવિત સુવિધાઓ

આ સ્માર્ટફોનના લીક ફીચર્સની વાત કરીએ તો આ ફોન 6.5 ઇંચની LCD ડિસ્પ્લે પેનલ સાથે આવશે. ફોનનું ડિસ્પ્લે ફુલ HD+ રિઝોલ્યુશનને સપોર્ટ કરશે. ઉપરાંત તે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. ફોનના પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ હશે, જેમાં 50MP મુખ્ય OIS કેમેરા અને 8MP અલ્ટ્રા-વાઇડ કેમેરાનો સમાવેશ થાય છે. આ ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 13MP કેમેરા હશે.

Motorolaએ પુષ્ટિ કરી છે કે આ સ્માર્ટફોન દુનિયાનો પહેલો ફોન હશે જે MediaTek Dimensity 7025 પ્રોસેસર સાથે લોન્ચ કરવામાં આવશે. કંપનીએ Moto G54 5Gમાં Dimensity 7020 પ્રોસેસરનો ઉપયોગ કર્યો છે. આ સિવાય ફોનમાં 6000mAh બેટરી સાથે ફાસ્ટ ચાર્જિંગ ફીચર હશે. આ ફોન 12GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવશે. ફોનના ડિસ્પ્લેને સુરક્ષિત રાખવા માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ અને IP52 રેટિંગ ઉપલબ્ધ હશે. આ ઉપરાંત ફોનમાં ડોલ્બી એટમોસ માટે સપોર્ટ પણ મળી શકે છે.

આ પણ વાંચો: Realme 12x 5G સ્માર્ટફોનનું સેલ આજે શરૂ થઈ ગયું, જાણો લલચાવનારા ફીચર્સ

Back to top button