ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

Motorolaએ લૉન્ચ કર્યોં 5200mAh બેટરીવાળો સસ્તો ફોન, Jio યૂઝર્સ માટે ઑફર

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક :   Moto G05 ભારતીય બજારમાં 7 જાન્યુઆરી મંગળવારના રોજ લોન્ચ કરવામાં આવ્યો છે. મોટોરોલાનો આ સસ્તો ફોન 7,000 રૂપિયાથી ઓછી કિંમતમાં આવે છે. ચાઈનીઝ કંપની લેનોવોની આ સ્માર્ટફોન બ્રાન્ડે ઓછી કિંમતમાં 5,200mAh બેટરી અને 50MP વાળો ફોન લોન્ચ કરીને અન્ય કંપનીઓને પડકાર આપ્યો છે. હાલમાં, Infinix, itel, Redmi, Poco, Realme જેવી બ્રાન્ડ્સ 7,000 રૂપિયાની કિંમતની સિરીઝમાં બજેટ સ્માર્ટફોન ઓફર કરી રહી છે. મોટોરોલાનો આ ફોન ગયા વર્ષે ડિસેમ્બરમાં ગ્લોબલ માર્કેટમાં લૉન્ચ થયો હતો.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

Moto G05 કિંમત
Moto G05ને સિંગલ સ્ટોરેજ વેરિઅન્ટ 4GB RAM + 64GBમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનને 13 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યાથી ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ દ્વારા ખરીદી શકાશે. આ ફોન બે કલર ઓપ્શન ફોરેસ્ટ ગ્રીન અને પ્લમ રેડમાં આવે છે. Jio યુઝર્સને આ ફોનની ખરીદી પર ખાસ ઓફર આપવામાં આવી રહી છે. આ મોટોરોલા ફોન ખરીદનારા યૂઝર્સને 449 રૂપિયાના પ્રીપેડ પ્લાન સાથે 2,000 રૂપિયાનું કેશબેક અને 3,000 રૂપિયા સુધીના એડિશનલ વાઉચર બેનિફિટ્સ આપવામાં આવી રહ્યા છે.

Moto G05ના ફીચર્સ
મોટોરોલાનો આ બજેટ સ્માર્ટફોન 6.67 ઇંચ HD + LCD ડિસ્પ્લે સાથે આવે છે. ફોનનું ડિસ્પ્લે 90Hz રિફ્રેશ રેટ અને 1,000 nits સુધીના પીક બ્રાઈટનેસ ફીચરને સપોર્ટ કરે છે. ઉપરાંત, તેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3નું પ્રોટેક્શન હશે.

Moto G05 માં MediaTek Helio G81 Extreme પ્રોસેસર છે. આ સાથે, 4GB LPDDR4X રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજનો સપોર્ટ ઉપલબ્ધ છે. ફોનના સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1TB સુધી વધારી શકાય છે. આ ફોનની રેમને વર્ચ્યુઅલ રીતે 12GB સુધી વધારી શકાય છે.

Motorolaનો આ સસ્તો ફોન એન્ડ્રોઇડ 15 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. ફોનમાં 5,200mAhની પાવરફુલ બેટરી અને 18W USB Type C વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ ફીચર છે. કનેક્ટિવિટી માટે તેમાં બ્લૂટૂથ 5.4, એફએમ રેડિયો, વાઈ-ફાઈ, 3.5 એમએમ ઓડિયો જેક જેવા ફીચર્સ હશે.

સ્માર્ટફોનમાં 50MPનો મુખ્ય રિયર કેમેરા છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 8MP કેમેરા છે. ઉપરાંત, આ ફોન IP52 રેટિંગ સાથે આવે છે અને ડોલ્બી એટમોસને સપોર્ટ કરે છે.

આ પણ વાંચો : HMP વાયરસના વધી રહ્યા છે કેસ, બાળકો નહીં આ લોકોને છે સૌથી વધુ ખતરો

Back to top button