ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલ જશે અંબાજી, વિકસિત ભારત સંકલ્પ યાત્રા કરાવશે શરૂ

  • મુખ્યમંત્રી ચીખલા ખાતે જાહેર સભાને સંબોધન
  • ચીખલા ગામે મુખ્યમંત્રી આજે હેલીપેડ ખાતે આવશે
  • અંબાજીના ચીખલા ખાતે એલ્યુમિનિયમ ડોમ તૈયાર થઈ ગયો

ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલ અંબાજી જશે. જેમાં આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરાવશે. તેમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો અંબાજીના ચીખલા ગામેથી આરંભ થશે. તેથી તમામ તૈયારીઓ પરિપૂર્ણ થઈ ગઇ છે. તેમજ ગુજરાત સરકારના 3 મંત્રીઓ સહિત વિવિઘ સાંસદો અને ધારાસભ્યો જોડાશે.

મુખ્યમંત્રી ચીખલા ખાતે જાહેર સભાને સંબોધન

અંબાજી નજીક આવેલા ચીખલા ગામે ગુજરાતના મુખ્યમંત્રી આજે રોજ હેલીપેડ ખાતે આવનાર છે. ત્યારબાદ તેઓ અંબાજી મંદિરમાં માતાજી દર્શન કરવા જનાર અંબાજી મંદિરના દર્શન કર્યા બાદ તેઓ ચીખલા ખાતે જાહેર સભાને સંબોધન કરવાના છે. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘર-ઘર સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે દેશભરમાં જન-જાતિય ગૌરવ દિવસથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યુ છે.

સરકારની વિવિધ યોજનાઓના લાભમાં એક પણ લાભાર્થી છૂટી ના જાય એ સંકલ્પ

આજે CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ અંબાજી જશે. જેમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરાવશે. તથા અંબાજીના ચીખલા ગામેથી યાત્રાની શરૂઆત કરાવશે. તથા CM,રાજ્યપાલના આગમનને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા સરકારની વિવિધ યોજનાઓના લાભમાં એક પણ લાભાર્થી છૂટી ના જાય એ સંકલ્પ સાથે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડ ખાતેથી દેશવ્યાપી તેમજ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી ખાતેથી વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે તેને લઈને અંબાજીના ચીખલા ખાતે તમામ તૈયારીઓ પરિપૂર્ણ થઈ ગઈ છે.

અંબાજીના ચીખલા ખાતે એલ્યુમિનિયમ ડોમ તૈયાર થઈ ગયો

આજે જન જાતિય ગૌરવ દિવસથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો પ્રારંભ થશે સાથે સાથે યોજનાકિય માહિતી સાથે તૈયાર કરવામાં આવેલા આધુનિક રથો ગામેગામ ભ્રમણ કરશે. 10 હજારથી વધુ વસ્તી ધરાવતા13848 સ્થળો આવરી લેવાય તે રીતે આધુનિક રથ ભ્રમણ કરશે. આ કાર્યક્રમમા ગુજરાત સરકારના 3 મંત્રીઓ સહિત વિવિઘ સાંસદો અને ધારાસભ્યો જોડાશે.અંબાજીના ચીખલા ખાતે એલ્યુમિનિયમ ડોમ તૈયાર થઈ ગયો છે. મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમ મા જોડાશે.

Back to top button