ટ્રેન્ડિંગનેશનલ

મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા પર પત્નીને ઘરેલુ હિંસાનો લગાવ્યો આરોપ

Text To Speech

નોઇડા (ઉત્તર પ્રદેશ), 23 ડિસેમ્બર: ‘મોટિવેશનલ સ્પીકર’ વિવેક બિન્દ્રા વિરુદ્ધ  પોલીસ સ્ટેશનમાં તેની પત્નીને મારઝૂડ કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. વિવેક બિન્દ્રા અને તેની પત્ની યાનિકાએ લગ્ન આ મહિને 6ઠ્ઠી ડિસેમ્બરે થયા હતા. લગ્નના બીજા જ દિવસે એટલે કે 7મી ડિસેમ્બરે સવારે બિન્દ્રા અને તેની માતા પ્રભા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જ્યારે યાનિકા ઝઘડાનું સમાધાન કરવા આગળ આવી ત્યારે બિન્દ્રાએ તેના પર હુમલો કર્યો. આ હુમલામાં યાનિકાને ઈજા થઈ હોવાના અહેવાલ છે. યાનિકાની દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

યાનિકાનો કાનનો પડદો ફાટી ગયો હતો

વિવેક બિન્દ્રા વિરુદ્ધ તેની પત્ની યાનિકાના ભાઈ વૈભવ દ્વારા 14 ડિસેમ્બરે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પરંતુ કેસ નોંધાયા બાદ નોઈડા પોલીસે તાત્કાલિક કોઈ કાર્યવાહી કરી ન હતી અને હવે આરોપી વિવેક બિન્દ્રા ફરાર થઈ ગયો છે. તેની શોધખોળ ચાલુ છે. ફરિયાદ મુજબ, બિન્દ્રા બળજબરીથી યાનિકાને રૂમમાં લઈ ગયો, તેના વાળ ખેંચ્યા અને તેને ઢોરમાર માર્યો. જો કે, બિન્દ્રામાં ગુસ્સામાં લાલચોળ થઈને તેનો ફોન પણ તોડી નાખ્યો હતો. તેના પર આરોપ છે કે, તેણે યાનિકાને એટલી હદે મારી હતી કે તેના કાનનો પડદો પણ ફાટી ગયો હતો. કેસ નોંધાયા બાદ પોલીસે આ મામલાની તપાસ હાથ ધરી છે.

ઇન્સ્ટાગ્રામ પર બિન્દ્રાના લાખો ફોલોઅર્સ

બિન્દ્રા બડા બિઝનેસ પ્રાઈવેટ લિમિટેડ (BBPL)ના CEO છે અને તેમને YouTube અને Instagram પર લાખો લોકો ફોલો કરે છે. તાજેતરમાં યુટ્યુબર સંદીપ મહેશ્વરીએ તેની યુટ્યુબ ચેનલ પર “મોટા કૌભાંડનો પર્દાફાશ” ટાઈટલનો વિડિયો રજૂ કર્યો હતો. જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ બિન્દ્રાની કંપની દ્વારા છેતરપિંડી થઈ હોવાનો દાવો કર્યો હતો.

આ પણ વાંચો: પત્નીએ ભાઈને કિડની દાન કરતાં પતિએ આપ્યા ટ્રિપલ તલાક

Back to top button