ઉત્તર ગુજરાત

દાંતા નવાવાસ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત

Text To Speech

પાલનપુર: દાંતા તાલુકાની નવાવાસ ગ્રામ પંચાયત સતત વિવાદમાં ઘેરાયેલી રહે છે. ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લીધા વગર મનસ્વી અને ગામના વિકાસનું કોઈ કામ કરવામાં એમને કોઈ રસ જ હતો નહિ. તેથી સરપંચના આવા વર્તન થી ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા સરપંચ વિરુદ્ધ દાંતા તાલુકા વિકાસ અધિકારીને અવિશ્વાસની દરખાસ્ત રજુ કરતા પંચાયત વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

દરખાસ્ત- humdekhengenewsમળતી માહિતી મુજબ નવાવાસના મહિલા સરપંચ જ્યાર થી ચૂંટાયઈને આવ્યા છે. ત્યારથી ગ્રામપંચાયતના કામમાં કોઈ રસ દાખવતા નથી. સરપંચ શિક્ષિકાની નોકરી કરતા હોઈ તેઓ આખો દિવસ સ્કૂલમાં હોઈ ગામના વિકાસના કોઈ કામ કરવામાં રસ દાખવતાં ન હતા. અત્યારે ગ્રામમાં પાયાની કોઈજ સુવિધાઓ નથી. ગામમાં ઠેરઠેર કચરાના ઢગલા ,ગટરના દૂષિત પાણીની નદીઓ વહે છે. લોકો ને રજુઆત કરવી તો કોને કરવી? એ મોટો પ્રશ્ન હતો. કેમકે સરપંચ આખો દિવસ સ્કૂલમાં હોય ને કોઈ રજુઆત કરવા પંચાયતમાં જાય તો કોઈ મળે જ નહીં. છેલ્લે લોકો પોતાની રજુઆત પોતાના મહોલ્લાના ચૂંટાયેલા સભ્યઓને કરવી પડતી હતી. સરપંચના આવા કામ થી કંટાળીને ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા મહિલા સરપંચ વિરુદ્ધ દાંતા તાલુકા વિકાસ અધિકારીને અવિશ્વાસની દરખાસ્ત કરતા ગ્રામ પંચાયતના વહીવટ સામે સવાલો ઉભા થવા પામ્યા છે. હવે આગામી દિવસોમાં ગ્રામ પંચાયતમાં સરપંચ સામે રજૂ થયેલી અવિશ્વાસની દરખાસ્ત સામે બહુમત સાબિત કરવા સભ્યો કેટલા સફળ થાય જોવું રહ્યું.

Back to top button