મધરહુડ વિમેન્સ એન્ડ ચાઇલ્ડ કેર હોસ્પિટલે ભારતના સ્વતંત્રતા ચળવળના 75મા વર્ષની ઉજવણી
અમદાવાદના મધરહુડ ફાઉન્ડેશન અને મધરહુડ વિમેન્સ એન્ડ ચાઇલ્ડ કેર હોસ્પિટલ ખાતે ભારતના સ્વતંત્રતા ચળવળના 75મા વર્ષની ઉજવણી કરાયી. આ પ્રસંગે ચેરમેન ડૉ. આનંદ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ટ્વિંકલ પટેલ અને અન્ય ડૉક્ટરોએ તેમના સ્વાસ્થ્ય અને સુખાકારીના વિચારો શેર કર્યા હતા. ડૉ. આનંદે ખાસ યાદ અપાવ્યું હતું કે, સ્વતંત્ર ભારતના નાગરિકોનું સરેરાશ આયુષ્ય 28 વર્ષ હતું અને હવે તે 70 વર્ષ સુધી પહોંચી ગયું છે.
ડો. ટ્વિંકલ પટેલે તેમના સંબોધનમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અભિયાનના 75મા વર્ષની ઉજવણીના મહત્વનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણે આપણી આઝાદીની જીતનું શપથ લેવું જોઈએ. તેની સાથે સાથે સ્વાતંત્ર્ય સેનાનીઓની વીરતાને યાદ કરીએ, શીખીએ અને શેર કરીએ. તંદુરસ્ત જીવનની ગુણવત્તામાં વધુ વધારો કરવાની અમારી જવાબદારી છે અને આરોગ્ય સંભાળ બંધુત્વ તરીકે અમે અમારા નાગરિકોની આરોગ્ય સંભાળની અમારી આ પ્રતિજ્ઞા પૂર્ણ કરીશું.