માતા બની હત્યારી, બાળકનો જન્મ થતાં જ મોતને ઘાટ ઉતારી પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી ફેંકી દીધું


સાઉથ કેરોલિના, તા. 13 માર્ચ ,2025: બાળકને તેની માતાથી વધુ પ્રેમ કોઈ કરી ન શકે. એક બાળક જ્યારે જન્મ લે ત્યારે સૌથી પહેલા તેના મોઢામાંથી માતા શબ્દ નીકળે છે. એક માતા 9 મહિના સુધી તેના બાળકને ગર્ભમાં ઉછેરે છે. તેને જન્મ આપવા ઘણું દર્દ સહન કરવું પડે છે. આજે પણ એવું કહેવાય છે કે જ્યારે બાળકને ઈજા પહોંચે ત્યારે માતાને દર્દ થાય છે. એક માતા અને બાળક વચ્ચેનો સંબંધ ખૂબ પવિત્ર અને પ્રેમભર્યો હોય છે. પરંતુ એક માતાએ તેના બાળકનો જન્મ થતાં જ તેની હત્યા કરી હતી.
શું છે મામલો
અમેરિકામાં એક માતાએ તેના નવજાતની હત્યા કરીને પ્લાસ્ટિકની બેગમાં પેક કરીને ફેંકી દીધું હતું. આ ચોંકાવનારી ઘટના અમેરિકાના સાઉથ કેરોલિનામાં બની હતી. એક માતાએ તેના બાળકને જન્મતા જ મારી નાંખ્યું હતું. જે બાદ તેણે મૃતદેહને પ્લાસ્ટિકની થેલીમાં ભરીને બીજા રૂમમાં ફેંકી દીધો હતો.
યુએસ મીડિયાના અહેવાલ મુજબ, માતાએ ડિલિવરી પછી તરત જ નવજાતનું ગળું દબાવીને હત્યા કરી હતી. પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી હતી. મહિલા પર બાળ શોષણ અને હત્યાનો આરોપ છ અને તે આગામી 15 મેના રોજ કોર્ટમાં હાજર થવાની છે.
પોલીસે શું કહ્યું
પોલીસ અધિકારીએ આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે હું 25 વર્ષથી આ નોકરીમાં છું, પરંતુ મેં આવી ભયાનક ઘટના ક્યારેય જોઈ નથી.
આ પણ વાંચોઃ ગુજરાતીઓની પહેલી પસંદ માઉન્ટ આબુનું નામ બદલવા કોણે કરી માંગ?