રાજકોટમાં ત્રણ વર્ષની બાળકીને કારણે માતાએ જીવ ગુમાવ્યોઃ જાણો કેવી રીતે?


રાજકોટ, 22 માર્ચ: 2025: જેતપુરનાં વિરપુર ગામે એક અજીબ બનવા બનવા પામ્યો છે. રાજકોટના વીરપુરમાં ઝેરી આઈસ્ક્રીમ ખાઈ લેતા એક મહિલાનું મૃત્યુ થયું છે. રિપોર્ટ અનુસાર, મૃતક મહિલાની દીકરીએ રમતી વખતે હાથમાં રહેલી ઉંદર મારવાની ઝેરી દવા આઈસ્ક્રીમમાં નાખી દીધી હતી, જે આઈસ્ક્રીમ મહિલાએ ખાઈ લીધું હોવાનું કહેવાઈ રહ્યું છે. Mother lost her life because of her three year old daughter in Rajkot ઘટનાની જાણ થતા મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઇ હતી. હાલ પોલીસે ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે તપાસ ચાલુ કરી છે.
મળતી વિગત મુજબ જેતપુરનાં વિરપુર ગામે આવેલી રામબાગ સોસાયટી પાસે ઝુપડપટ્ટીમા રહેતી પુજાબેન વિક્રમસિંહ નામની 24 વર્ષની પરણીતા પોતાનાં ઘરે હતી આ દરમિયાન પરિવારની 3 વર્ષની બાળકીએ રમતા રમતા ચા અથવા તો આઇસ્ક્રીમમા ઝેરી દવા ભેળવી દીધી હતી. જે બાદ આ ઝેરી દવા ભેળવી દીધેલી આઇસ્ક્રીમ માતાએ ખાઇ લેતા તબીયત લથડી હતી. પરણીતાને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવી હતી.
કમનસીબે આ મહિલાનું સારવાર દરમિયાન પરણીતાનુ મૃત્યુ નીપજતા પરિવારમા અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીનાં સ્ટાફે વિરપુર પોલીસને જાણ કરતા વિરપુર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી પરણીતાનાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મેડીકલ કોલેજ ખાતે ખસેડયો હતો.
પ્રાથમીક પૂછપરછમા મૃતક પુજાબેન મુળ આગ્રાની વતની હતી અને વિક્રમસિંગ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પુજાબેનને સંતાનમા એક ૩ વર્ષની પુત્રી છે. પુત્રી મોનીતાએ રમતા રમતા ચા અથવા આઈસ્ક્રીમમા ઉંદર મારવાની ઝેરી ટયુબ નાખી દીધી હતી. જે ચા અથવા આઈસ્ક્રીમ ખાઈ જવાથી પુજાબેનનુ ઝેરી અસર થતા મોત નીપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે વિરપુર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો..કેનેડા હવે આ ક્ષેત્રના લોકોને PR આપશે, શું ભારતીયો માટે ઉમદા તક આવી? જાણો