અજય દેવગણની લાડલી ન્યાસાના જન્મદિવસ પહેલા જ માતા કાજોલની સરપ્રાઈઝ
- અજય દેવગણની લાડલીનો 20એપ્રિલે 21મો બર્થ ડે
- માતા કાજોલે ઇન્સ્ટાગ્રામ શેર કરી પોસ્ટ
- ન્યાસા દેવગણ સોશિયલ મીડિયમાં સતત એક્વિટવ જોવા મળે છે
HDNEWS, 19એપ્રિલ: કાજોલે પોતાની દીકરી ન્યાસા દેવગણના જન્મદિવસના એક દિવસ પહેલા જ તેની લાડલી માટે એક પ્રેમભરી લાગણી દર્શાવતી પોસ્ટ શેર કરી હતી. જેમાં અજય દેવગણની પત્ની કાજોલે પોતાની દીકરી સાથેનો એક ફોટો શેર કરીને ઇન્સ્ટાગ્રામમાં પ્રી-બર્થ ડે નોટ પણ લખી હતી. બોલિવુડનું પાવર કપલ કાજોલ અને અજય દેવગણની લાડલીનો 20એપ્રિલે જન્મદિવસ છે. હંમેશા પોતાના બાળકો સાથે જોવા મળતી કાઝોલ તેઓને ખુબ પ્રેમ કરે છે તે તો સૌ કોઈ જાણે છે. 90ના દશકની ખુબસુરત અભિનેત્રી કાજોલે ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપેલી છે જેમાં ડીડીએલજે તો એવરગ્રીન ફિલ્મ રહી છે.
એક દિવસ અગાઉ કર્યું વિશ
ન્યાસા દેવગણ પણ અન્ય સ્ટારકિડ્ઝની જેમ સોશિયલ મીડિયા સતત એક્ટિવ રહેતી હોય છે. તે અવાર નવાર પોતાના લુક્શ, ફેશનને લઈને ઘણી બધી પોસ્ટ કરતી હોય છે. હાલમાં એક ફોટાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું જેમાં કાજોલના ફોનમાં દીકરીના ફોટોવાળું વોલપેપર હતું. આમ પણ જાહેર જગ્યાએ પણ લોકોએ કાજોલને પોતાના બાળકો પર પ્રેમ વરસાવતા જોઈ છે. જોકે, આવતી કાલે 20 એપ્રિલે ન્યાસા દેવગણનો જન્મદિવસ હોય ઈન્સ્ટાગ્રામમાં કાઝોલ પ્રી બર્થડે પોસ્ટ શેર કરીને દીકરી ન્યાસાને વિશ કર્યું હતું.
View this post on Instagram
આ પોસ્ટમાં અભિનેત્રી કાઝોલે દીકરી ન્યાસા શાથેનો એક ફોટો શેર કર્યો હતો. જેમાં ન્યાસા તેની માતા કાઝોલને ગળે લગાવીને ખોળામાં બેસેલી જોવા મળે છે. જે મા-દીકરીનો બોન્ડીંગ દર્શાવે છે. આ સાથે કાજોલે ન્યાસા માટે એક નોટ પણ લખી હતી. જેમાં લખ્યું હતું કે, કાલે ન્યાસા દેવગણનો 21મો જન્મદિવસ છે, પણ આજનો દિવસ પણ તેના માટે જ છે. આ દિવસ મારા માટે પણ મહત્ત્વનો છે કારણ કે હું તારી માં બની. દીકરા તમે મારી સૌથી મોટી ખુશી છો અને હંમેશા રહેશો.
આ પણ વાંચો: સુનીલ શેટ્ટીએ જમાઈ કેએલ રાહુલને ખાસ અંદાજમાં આપી જન્મદિવસની શુભેચ્છાઓ!